• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ભાવનગર એસ.પી.નું દરિયાઈ પેટ્રોલીંગ શંકાસ્પદ હિલચાલ માહિતી આપવા અપીલ

દરિયાઈ ખેડૂતોને ખોટી કનડગત તંત્ર દ્વારા કરાતી હોવાની માછીમારોની રાવ

તળાજા, તા.રપ: વેરાવળથી પકડાયેલા ડ્રગ્સને લઈ ભાવનગર પોલીસ હરકતમાં આવી છે. જેને લઈ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાએ તળાજાના સરતાનપરના માછીમારોની રૂબરૂ મુલાકાત લઈને જરુરી સૂચનો આપ્યા હતા. સાથે હોડીમાં બેસી ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા જાણી હતી.

તળાજાના સરતાનપર (બંદર) ગામે ત્રાસનો જેટલી નાની હોડીઓ છે. ત્રણ હજારથી વધુ માછીમાર છે. તેમ સરતાનપરના સરપંચ હરેશભાઈ વેગડએ જણાવ્યું હતુ. દેશની સુરક્ષા કાજે હવે માછીમારીની ભૂમિકા મહત્વની જણાતા આજે એસ.પી. ડૉ.હર્ષદ પટેલ, એસ.ઓ.જી. પો.ઈ. એ.આર.વાળા, મરીન પો.ઈ.બેરા સહિતના પોલીસ કર્મીઓએ માછીમારી સાથે બેઠક યોજી હતી. એસ.પી.એ જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કિ.મિ. દરિયામાંથી ભાવનગર જિલ્લાને 10 ટકા એટલે કે 170 કિ.મી.નો દરિયો મળેલો છે. જે માછીમાર દરિયો ખેડવા જાય તેઓએ લાયસન્સ લેવું ફરજીયાત છે. દરિયાની અંદર અજાણ્યા વ્યક્તિ કે હોડીઓ દેખાય, શંકાસ્પદ હિલચાલ જણાય તેવા વ્યક્તિને ખાસ માછીમાર જ ઓળખી શકતા હોય છે સૌથી પહેલા તો આવા તમામ ઈસમો સામે દેશની સુરક્ષા માટે જાગૃતતા દાખવીને તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરીહ તી.

પોલીસવડાએ હોડીમાં બેસી દરિયો ખેડીને જાત નિરીક્ષણ કર્યુ હતું. બીજી તરફ માછીમારએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં શિપ આવતી હોય તેને લઈ જાળ તૂટી જવાના બનાવો બને છે. માછીમાર શિપ નજીક જાય તો તેના ફોટા પાડીને ચોરી કરવા આવ્યા તેવા આરોપ લગાવે છે. જાફરાબાદ તરફના મોટાહોડા અહીં સુધી આવે છે. દાદાગીરી કરીને અહીં મોટી જાળ બિછાવીને માછલીઓ લઈ જાય છે. સરતાનપર બંદરના માછીમાર જે રસ્તા પરથી ચાલતા હતા એ રસ્તો શિપબ્રેકર દ્વારા પોતાના કબ્જામાં રાખેલ હોય તેનાથી પરેશાની વેઠવી પડતી હોવા સહિતની સમસ્યા કહી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક