• શુક્રવાર, 11 જુલાઈ, 2025

સ્વાયાતેક અને બિનક્રમાંકિત બેલિન્ડા વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં

અલ્કરાજ પણ અંતિમ ચારમાં

લંડન તા.9: પોલેન્ડની 8મા ક્રમની ખેલાડી ઇગા સ્વિયાતેક વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચી છે. તેણીએ આજે કવાર્ટર ફાઇનલમાં રશિયન ખેલાડી લ્યૂડમિલા સેમસોનોવાને 6-2 અને 7-પથી હાર આપી હતી. આજના બીજા કવાર્ટર ફાઇનલમાં બિન ક્રમાંકિત સ્વીસ ખેલાડી બેલિન્ડા બેનસિચ અપસેટ સર્જી સેમિમાં પહોંચી હતી. તેણીએ સાતમા નંબરની રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવાને 7-6 અને 7-6થી હાર આપી હતી.

બે વખતનો ચેમ્પિયન સ્પેનનો યુવા ખેલાડી અને વિશ્વ નંબર ટૂ કાર્લોસ અલ્કરાજ વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પ્રવશ્યો છે. તેણે કવાર્ટર ફાઇનલમાં કેમરૂન નોરીને 6-2, 6-3 અને 6-3થી હાર આપી વિમ્બલ્ડન ખિતાબની હેટ્રિક તરફ મકકમ આગેકૂચ કરી છે. અલ્કરાજ વિમ્બલ્ડન ઇતિહાસમાં ત્રીજીવાર સેમિ ફાઇનલમાં પહોંચનારો ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો છે. તેના પહેલા આ ઉપલબ્ધિ મહાન ખેલાડી રાફેલ નડાલે હાંસલ કરી હતી. સેમિ ફાઇનલમાં અલ્કરાજની ટકકર અમેરિકી ખેલાડી પાંચમા ક્રમના ટેલર ફિટ્જ સામે થશે.

મહિલા વિભાગમાં નંબર વન આર્યના સબાલેંકા બાદ અમેરિકાની અમાંડા એનિસ્મોવા પણ સેમિ ફાઇનલમાં પહોંચી છે. જયાં બન્ને આમને-સામને હશે. એનિસ્મોવાએ કવાર્ટરમાં રશિયાની અનાસ્તાસિયા ફિલસકોવાને 6-1 અને 7-6થી હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક