ભારત
સામેના ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 4 વિકેટે 225
ટેસ્ટ
ક્રિકેટમાં ભારત સામે 3000 રન પૂરા કરનારો રૂટ પહેલો બેટધર
લંડન
તા.10: ભારત સામેના એજબેસ્ટન ટેસ્ટની હાર પછી આત્મમુગ્ધતામાંથી બહાર આવેલી ઇંગ્લેન્ડ
ટીમે લોર્ડસ ટેસ્ટના પ્રારંભે તેની બેઝબોલ રણનીતિ પડતી મુકી હતી. ત્રીજા ટેસ્ટના પહેલા
દિવસે ઇંગ્લેન્ડે ડિફેન્સીવ મોડમાં બેટિંગ કરી વિકેટ બચાવવાની કોશિશ કરી હતી. પહેલી
દિવસના અંતિમ તબકકમાં ઇંગ્લેન્ડના 72 ઓવરમાં 4 વિકેટે 225 રન થયા હતા. ત્યારે જો રૂટ
1પ9 દડામાં 8 ચોક્કાથી 81 રને અને કપ્તાન બેન સ્ટકોસ 32 રને રમતામાં હતા. ભારત સામે
ટેસ્ટ ક્રિકેટમાં રૂટ 3000 રન પૂરા કરનારો પહેલો બેટધર બન્યો હતો.
આ પહેલા
ઇંગ્લેન્ડે શરૂઆત ધીમી ગતિએ કરી હતી. ત્રીજા ટેસ્ટના પ્રારંભથી ઇંગ્લેન્ડે બેઝબોલ રણનીતિ
પડતી મુકી ટેસ્ટ ફોર્મેટને અનુરૂપ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ક્રાઉલી અને ડકેટની
ઓપનિંગ જોડીએ ભારતના બુમરાહ સહિતના સ્ટ્રાઇક બોલર્સની 13 ઓવર પસાર કરી દીધી હતી, પણ
14મી ઓવરમાં નીતિશકુમાર રેડ્ડી સામે બન્ને થાપ ખાઇ ગયા હતા અને 4 દડાની અંદર ડકેટ અને
ક્રાઉલી વિકેટકીપર પંતને કેચ આપી આઉટ થયા હતા. ડકેટે 40 દડામાં 23 અને ક્રાઉલીએ 43
દડામાં 18 રન કર્યાં હતા. 44 રનમાં 2 વિકેટ પડી ગયા પછી અનુભવી જો રૂટ અને ઓલિ પોપ
વચ્ચે ત્રીજી વિકેટમાં 211 દડામાં 109 રનની ધીમી ભાગીદારી થઇ હતી.
લંચ
અને ટી ટાઇમ વચ્ચે ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવી ન હતી. ટી ટાઇમ બાદના પ્રથમ દડે જ
ઓલિ પોપ 104 દડામાં 4 ચોક્કાથી 44 રન કરી રવીન્દ્ર જાડેજાના દડામાં સબસ્ટીટયૂટ વિકેટકીપર
ધ્રુવ જુરેલને કેચ આપી આઉટ થયો હતો. જયારે બુમરાહે ટેસ્ટ નંબર વન બેટર હેરી બ્રુક (11)ને
કલીન બોલ્ડ કરી ઇંગ્લેન્ડને ભીંસમાં લાવી દીધું હતું. ઇંગ્લેન્ડે 172 રનમાં 4 વિકેટ
ગુમાવી દીધી હતી.
ઇંગ્લેન્ડના
કપ્તાન બેન સ્ટોકસે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ઇલેવનમાં પ્રસિધ્ધ કૃષ્ણાના
સ્થાને બુમરાહનો સમાવેશ થયો હતો.