• શુક્રવાર, 11 જુલાઈ, 2025

મતદાર યાદી ચકાસણીના વિરોધમાં બિહાર બંધ

-સાત શહેરમાં ટ્રેનો રોકાઈ: 12 હાઈવે પર જામ; રાહુલ ગાંધીના ચૂંટણીપંચ પર પ્રહારો

પટણા,તા.9 : બિહારમાં મતદાર યાદી ચકાસણીના વિરોધમાં મહાયુતિએ આપેલા બિહાર બંધના આજના એલાન દરમ્યાન સાત શહેરમાં ટ્રેનો રોકવામાં આવી હતી અને 12 રાષ્ટ્રીય હાઈવે જામ કરવામાં આવ્યા હતા. દરમ્યાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પટણામાં દેખાવોમાં સામેલ થયા હતા અને  આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણી કમિશનર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ જેમ વાત કરી રહ્યા છે.  તેમણે આરોપ લગાવ્યો કે જે રીતે મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરી લેવામાં આવી હતી એ જ રીતે બિહારમાં પણ તેવું જ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધી વિરોધ દેખાવોમાં સામેલ થવા દિલ્હીથી પટણા પહોંચ્યા હતા અને વિરોધ રેલીમાં જોડાયા હતા. તેમની સાથે તેજસ્વી યાદવ અને વીઆઈપી પ્રમુખ મુકેશ સાહની પણ સામેલ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક