• શુક્રવાર, 11 જુલાઈ, 2025

રૂટને ખસેડી હેરી બ્રુક નવો નંબર વન ટેસ્ટ બેટર

ભારતીય કપ્તાન

શુભમન ગિલ કારકિર્દીના શ્રેષ્ઠ છઠ્ઠા ક્રમાંકે

દુબઇ, તા.9: ભારતીય કપ્તાન શુભમન ગિલને એજબેસ્ટનની પહેલી ઇનિંગમાં 269 અને બીજી ઇનિંગમાં 161 રન કરવાનું ઇનામ મળ્યું છે. નવા આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં તે કેરિયરના શ્રેષ્ઠ છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ગિલે 1પ ક્રમનો લાંબો કુદકો લગાવ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડનો યુવા મીડલઓર્ડર બેટર હેરી બ્રુક હમવતન ખેલાડી જો રૂટને ખસેડીને ટેસ્ટ ક્રમાંકમાં પહેલા સ્થાને પહોંચ્યો છે. બ્રુકે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 1પ8 રન કર્યા હતા. જો રૂટ આ ટેસ્ટની બન્ને ઈનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. તે હવે રૂટથી 18 રેટિંગ પોઇન્ટ પાછળ છે. બોલિંગ ક્રમાંક અને ઓલરાઉન્ડર ક્રમાંકમાં પહેલાની જેમ જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા ટોચ પર છે.

ટોચના 10 બેટિંગ ક્રમાંકમાં અન્ય કોઇ ફેરફાર નથી. છઠ્ઠા સ્થાન પરના ગિલ અને પહેલા સ્થાન પરના બ્રુક વચ્ચે 79 રેટિંગ પોઇન્ટનું અંતર છે. બ્રુક અને રૂટ પછી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં અનુક્રમે કેન વિલિયમ્સન, યશસ્વી જયસ્વાલ, સ્ટીવન સ્મિથ છે.

ઇંગ્લેન્ડના વિકેટકીપર જેમી સ્મિથને પણ ફાયદો થયો છે. તે 10મા નંબરે પહોંચ્યો છે. તેણે બીજા ટેસ્ટમાં 184 અને 88 રનની ઇનિંગ રમી હતી. જયારે બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 367 રનની અણનમ વિક્રમી ઇનિંગ રમનાર દ. આફ્રિકાનો વિયાન મુલ્ડર 34 સ્થાનના ફાયદાથી 22મા ક્રમે પહોંચ્યો છે. એજબેસ્ટન ટેસ્ટમાં પહેલા દાવમાં 6 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ 6 ક્રમના ફાયદાથી બોલિંગ ક્રમાંકમાં 22મા

નંબરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક