• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો ઇંગ્લેન્ડ વિ. પહેલીવાર T-20 શ્રેણીમાં વિજય

સ્પિનર્સના શાનદાર દેખાવથી ચોથા મેચમાં 6 વિકેટે જીત

માંચેસ્ટર, તા.10: સ્પિનરોના શાનદાર દેખાવથી ચોથા મેચમાં 6 વિકેટે યાદગાર વિજય પ્રાપ્ત કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર ઇંગ્લેન્ડ વિરેદ્ધ ટી-20 શ્રેણી જીતી છે. એક મેચ બાકી રહેતા ભારતે 3-1થી શ્રેણી કબજે કરી ઈતિહાસ રચ્યો છે. અંતિમ મેચ શનિવારે બર્મિંગહામ ખાતે રમાશે. ચોથા ટી-20 મેચમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 126 રનનો મામૂલી સ્કોર કરી શકી હતી. આ પછી ભારતીય મહિલા ટીમે 17 ઓવરમાં 4 વિકેટે 18 દડા બાકી રાખીને 127 રન બનાવી 6 વિકેટે સંગીન વિજય હાંસલ કર્યો હતો.

1પ રનમાં 2 વિકેટ લેનાર સ્પિનર રાધા યાદવ પ્લેયર ઓફ ધ મેચ બની હતી. ભારત તરફથી અન્ય બે સ્પિનર શ્રી ચારણીએ 30 રનમાં 2 અને દીપ્તિ શર્માએ 29 રનમાં 1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 22 રન ઓપનર સોફિયા ડંકલીએ કર્યાં હતા.

જ્યારે સ્મૃતિ મંધાનાએ 31 દડામાં પ ચોક્કાથી 32 રન, શેફાલી વર્માએ 19 દડામાં 6 ચોક્કાથી 31 રન કર્યાં હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં પ6 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કપ્તાન હરમનપ્રિત કૌરે 26 રન કર્યાં હતા. જેમિમાહ રોડ્રિગ્સ 24 રને નોટઆઉટ રહી હતી.

ભારતીય મહિલા ટીમ માટે આ શ્રેણી વિજય એટલા માટે મહત્ત્વનો છે કે આવતા વર્ષે ઇંગ્લેન્ડની ધરતી પર ટી-20 વિશ્વ કપ રમાવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક