• શુક્રવાર, 11 જુલાઈ, 2025

પોરબંદરના પાતા ગામે બાળકોને ચોકલેટની લાલચ આપી અપહરણનો પ્રયાસ માધવપુર પોલીસે બુકાનીધારી બેલડીની શોધખોળ હાથ ધરી

ગોસા, ઘેડ, તા.8: પોરબંદરના ઘેડ વિસ્તારમાં પાતા ગામે બેલાવડા નામની વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પરમારને અમારા પ્રતિનિધિએ પુછતા નવમાં ધોરણમાં અભ્યાસ કરતો 14 વર્ષીય વિજય પરમાર ગત તા.6ના સાંજે મામા દેવના સ્થાનકે નિવેદ કરવા સાયકલ લઈને ગયો હતો. ભરત પરત આવતો હતો ત્યારે રસ્તામાં 25 થી 30ના મોટર સાયકલમાં આવેલા બે અજાણ્યા શખસોએ કિશોરને રોકાવી પુરબાઈ મંદિર ક્યાં આવેલ છે. તેવું પુછી બે અજાણ્યા શખસોએ ભણતર વિશે પુછી કેટબરી ચોકલેટ આપતા ચોકલેટ લેવાની ના પાડી હતી. કિશોર સાયકલ લેવા જતા પાછળ બેઠેલ શખસે હાથ પકડી બંને વચ્ચે બેસાડતા ભરતે હિમત દાખવી ઝાટકો મારતા હાથ મુકાઈ જતા વચ્ચેથી નીકળી ગયો હતો. બાજુમાંથી પથ્થર ઉપાડીને શખસો સામે ફેંકતા અને બંનેને વાગતા ચાલુ મોટર સાયકલ હોય બંને નીચે પડી હતા. મોકો જોઈ ત્યાંથી સાયકલ લઈને ભાગી છુટયો હતો. દુરથી નંબરમાં એમ.એચ.30 દેખાતું હતું અને બંનેએ મોઢા ઉપર બુરખો બાંધ્યો હતો.

ભરતભાઈએ જણાવેલ મારો પુત્ર હેમખેમ બચી ગયો એ અમારા બાપ દાદાના પુણ્ય હશે અને મામા દેવની કૃપા થઈ હશે. જ્યારે ગઈકાલે તા.7-7-25ના ઝખરાભાઈ ઉર્ફે જીગુભાઈ લખમણભાઈ વાઢેરની ધોરણ બેમાં અભ્યાસ કરતી રાજશ્રી નામની બાળા પ્રાથમિક શાળામાં બપોરે રીશેષ પડતા શાળાની બાજુમાં આવેલ દુકાને નાસ્તો લેવા ગઈ હતી. નાસ્તો લઈને પરત શાળાએ આવતા રસ્તામાં અજાણ્યા મોટર સાયકલ સવારે બાળાને ચોકલેટ આપવાનું કહેતા બાળા ગભરાઈને દોડી ગઈ હતી અને નિશાળમાં શિક્ષકને જાણ કરતા તપાસ કરતા અજાણ્યા ઈસમો નાસી ગયા હતા.

આમ છેલ્લા બે દિવસથી પાતા ગામમાં અજાણ્યા મોટર સાયકલ સવાર ઈસમો મોઢા પર બુરખો બાંધી આવીને બાળકોના અપહરણ કરવાના પ્રયાસો કરતા. આ બાબતે માધવપુર પોલીસમાં પણ જાણ કરતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક