ખડિયા
પાસે બે વાહનને ઠોકરે લેતા ચાર જવાનોને ઈજા : ઘાતક હથિયારો મળ્યા
જૂનાગઢ,
તા.9: જૂનાગઢ પોલીસ માટે પડકાર બનેલ ગુજસીટોકનો ગેંગ લીડર અને 107 ગંભીર ગુનામાં સંડોવાયેલ
કાળા દેવરાજ રાડાને ગતરાત્રે બાતમી આધારે જૂનાગઢ પોલીસે ખડિયા નજીકથી ફિલ્મઢબે ઝડપી
લીધો હતો આ શખસે બે ગાડીઓને ઠોકરે લઈ નુકશાન તથા પોલીસ જવાનોને ઈજા પહોંચાડી હતી. કારમાંથી
ઘાતક હથિયારો મળી આવ્યા હતા.
ગાંધીગ્રામમાં
રહેતા અને પોલીસ ઉપર હુમલો, લૂંટ, ખંડણી, હત્યા, હત્યાની કોશીષ, દારૂ જેવા 107 ગુનામાં
સંડોવાયેલ કાળા દેવરાજ રાડા સામે ગુજસીટોકનો ગુના નોંધાયો હતો. પોલીસે તેના ગેરકાયદે
મકાન તથા દબાણો હટાવ્યા હતા અને ગુજસીટોકમાં શરતોનો ભંગ કરતા પોલીસે જામીન રદ કરવા
અરજી કરતા કોર્ટે માન્ય રાખી જામીન રદ કર્યા હતા.
ફરાર
થયા બાદ પોલીસ ઉપર આક્ષેપો કરતા વીડિયો બનાવી વાઈરલ કર્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમ
ઘરે તપાસમાં જતા તેના પરિવારની મહિલાઓએ બેહુદું વર્તન કર્યુ હતું. જૂનાગઢ પોલીસને ગઈ
સાંજે બાતમી મળેલ કે કાળા રાડા બ્લુ કલરની સ્વીફટ કાર સાથે ખડિયાથી બગડુ તરફ નીકળનાર
છે તેથી એસ.પી.ની આગેવાનીમાં ક્રાઈમ બ્રાંચ સહિતની ચાર ટીમો વોચમાં ગોઠવાઈ હતી. પોલીસે
નાકાબંધી કર્યાની ગંધ આવતા પોતાની કારને યુટર્ન લઈ દોડાવી, પોલીસની બે ગાડીઓને ઠોકર
મારી બે પોલીસમેનોને ઈજા પહોંચાડી હતી. પોલીસે પીછો કરી કાળા દેવરાજ તથા તેનો સાગ્રીત
રાજુ ઘોડાને દબોચી લીધો હતા.
પોલીસ
કાળાની કારની તલાશી લેતા તેમાથી પ્રાણ ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પતાવી દેવાના ઈરાદે
વાહનોને ટક્કર મારતા ચાર પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. ફરાર કાળા દેવરાજ ઝડપાતા પોલીસે
હાશકારો અનુભવ્યો હતો.