બલુચિસ્તાન
લિબરેશન ફ્રન્ટના 17 સરકારી, સૈન્ય સ્થળો પર હુમલા : પાકને મોટો ફટકો
નવી
દિલ્હી, તા. 10 : પાકિસ્તાનની સરકાર અને સેના સામે જંગે ચડેલા વિદ્રોહી બલુચ જૂથ બલુચિસ્તાન
લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) એ 17 સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા?હતા. આ આક્રમક હુમલાઓએ પાક
સેના વડા જનરલ આસિફ મુનિરની પણ મુસીબત વધારી નાખી છે.
ગઈ
મોડી રાત્રે બલુચિસ્તાન પ્રાંતના અનેક જિલ્લામાં હુમલા કરતા અનેક સરકારી આવાસો અને
સૈન્ય ઠેકાણાઓને વિદ્રોહી જૂથે નિશાને બનાવ્યાં હતાં.
આ હુમલાને
ઓપરેશન નઈસુબહ નામ અપાયું હતું. સંગઠને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની વર્ષો જૂની લડાઈ ફરી
શરૂ કરી દીધી છે.
પંજપુર,
સુરબ, કેરા, ખારન સહિતના વિસ્તારોમાં કુલ 17 સરકારી અને સૈન્ય સ્થળો પર નિશાન સાધીને
હુમલા કરાયા હતા.
બલુચ
સંગઠનના ખતરનાક હુમલાના કારણે પહેલાંથી કંગાળ પાકિસ્તાનને મોટાં આર્થિક નુકસાનને સામનો
કરવો પડયો છે.
બલુચિસ્તાન
લિબરેશન ફ્રન્ટના સભ્ય મેજર ગ્વાહરામ બલુચે આ હુમલાને બલુચ રાષ્ટ્રીય મુક્તિ યુદ્ધમાં
એક નવી સવાર લેખાવી હતી.
મકરાન
કાંઠાથી કોહ-એ-સુલેમાન પહાડો સુધી આ અભિયાન છેડતાં પાકની સેના, સરકારને બલુચ જૂથે પોતાની
તાકાત બતાવી હતી.