• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ધ્રાંગધ્રાના ગાજાણવાવની સીમમાં મેલડી માતાજીના મંદિરમાંથી દાનપેટી સહિતની ચોરી

નબળા પેટ્રોલીંગને લીધે છ માસમાં બીજો બનાવ બનતા ભક્તોમાં રોષ

ધ્રાંગધ્રા, તા.9: ધ્રાંગધ્રા તાલુકા ગાજાણવાવના સીમ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરની દાનપેટી તથા વસ્તુઓ ચોરી ગયા હતા. છેલ્લા છ મહિનામાં મેલડી માતાના મંદિરમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે. મંદિરમાં ચોરી થતા સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ હતી.

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય પંથકમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. પોલીસ પેટ્રોલીંગની નિક્રિયતા પણ દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલા ધ્રાંગધ્રાના બે મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી હજુ તેના આરોપીઓ પકડાયા નથી. ચોરીઓ, વાડી વિસ્તારમાં ટી.સી.ઓમાંથી કિંમતી સામાનની ચોરીના બનાવો પોલીસ માટે પડકારરૂપ બની રહ્યું છે. જેથી પોલીસના રાત્રી પેટ્રોલીંગ તથા કાયદો વ્યવસ્થા ઉપર સવાલો સેવાઈ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ગાજાણવાવ ગામની સીમ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરે મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા મંદિરની દાનપેટી તથા બધી વસ્તુઓ ચોરી ગયા હતા. છેલ્લા છ મહિનામાં મેલડી માતાના મંદિરમાં બીજી વખત ચોરીનો બનાવ બનવા પામ્યો છે. મંદિરમાં ચોરી થતા ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક