• શુક્રવાર, 11 જુલાઈ, 2025

વિસાવદર પોલીસ સ્ટેશનનો ચકચારી કેસ, શારીરિક શોષણનો આક્ષેપ દીકરીના ભણતર મુદ્દે પેટમાં પાટા મારી નિપજાવી હતી હત્યા

જૂનાગઢ, તા.8: ભવનાથમાં પુત્રીના શિક્ષણ મુદ્દે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા, પતિએ પત્નીને પેટમાં લાતો મારી હત્યા નિપજાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ‘એ’ ડિવિઝન પોલીસે હત્યારાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નજીકથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત પ્રમાણે ભવનાથમાં 20 દિ’ પહેલા જ રહેવા આવેલ રાજેશ ચાવડાને પત્નિ મધુબેન સાથે છેલ્લા દોઢ- બે વર્ષથી અણ બનાવથતા છૂટા છેડા થઇ ગયા હતા અને પુત્રી કૃપાલી સાથે પિયરમાં રહેતી હતી ત્યારે પુત્રીની યાદ આવે છે, તેમ જણાવી પુત્રી અને પત્નિને સાથે લઇ આવી ભવનાથ રહેવા આવ્યા હતા. પુત્રીના ભણતર મુદ્દે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા રાજેશે રોષે ભરાઇ પત્નિ ઉપર હુમલો કરી, પેટમાં લાતો મારી હત્યા કરી હતી. આ અંગે ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ.આર.કે. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વાય.એન.સોલંકી તથા સ્ટાફે રાજેશ દેસુર ચાવડાને સિવિલ હોસ્પિટલ પાસેથી ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક