કીચડમાં
ખૂંપેલા ટ્રક નીચેથી મૃતદેહ મળી આવતા પંથકમાં શોક
જામખંભાળિયા,
તા.10: ગઇ કાલે સવારે વડોદરા પાસે પાદરા જતા રસ્તા પરના ગંભીર પુલનો 120 ફૂટ જેવડો
ભાગ ધડાકા સાથે તૂટી પડતા પુલ પર ચાલતા વાહનો ઓચિંતા પાણીમાં પડતા તેર વ્યક્તિના કરૂણ
મૃત્યુ નિપજ્યા હતા જેમાં વાહનો લઇને જતા દ્વારકાના બે વ્યક્તિ પણ આ દુર્ઘટનાની ઝપેટમાં
આવી ગયા હતા જેમાં એકનું મૃત્યુ થયુ હતું જ્યારે એકને ગંભીર ઇજા થઇ છે.
દ્વારકા
વિસ્તારમાં રહેતા રાજુભાઇ ડુડાભાઇ નામનો 30 વર્ષનો યુવાન વાહન લઇ પરિવારજનો સાથે નીકળ્યો
હતો જેને આ અકસ્માતમાં પગ, માથામાં ગંભીર ઇજા થઇ હતી જેને બચાવ ટુકડીએ રેસ્કયૂ કરીને
નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. નદીમાં કીચડ હોય તેમાં એક ટ્રક ખુંપી ગયો હોય હિટાચી
તથા હાઇડ્રા મશીનોમાં વાયરો સાથે આ ટ્રકને ખેંચીને સીધો કરાતા તેમાંથી ત્રણ મૃતદેહો
નીકળ્યા હતા જેમાં દ્વારકાના મહેન્દ્રભાઇ પરબતભાઇ
હાથીયા નામના એક વ્યક્તિનો સમાવેશ થાય છે તેમનું મૃત્યુ થયું હોવાનું સરકારી તંત્ર
દ્વારા જણાવાયું હતું. ગંભીરા દુર્ઘટનામાં દ્વારકા વિસ્તારના એકનું મૃત્યુ અને એકને
ગંભીર ઇજાના બનાવને પગલે દ્વારકા વિસ્તારમાં શોકની લાગણી છવાઇ છે.