-તાંબા
ઉપર 50 ટકા અને વિદેશી દવા ઉપર 200 ટકા ટેરિફની ધમકી
વોશિંગ્ટન,
તા. 9 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ચાલુ અઠવાડીયે એક નવો
કાર્યકારી આદેશ જારી કરવામાં આવશે. જેના હેઠળ તાંબાની આયાત ઉપર 50 ટકા ટેરિફ લાદવામાં
આવશે. આ નિર્ણય પહેલાથી અમલમાં રહેલા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર લાગુ ટેરિફને અનુરૂપ
રહેશે. ટ્રમ્પે એક કેબિનેટ બેઠકમાં કહ્યું હતું કે તેઓ તાંબા ઉપર કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત વિદેશી દવા ઉપર ભારે ટેરિફની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે દવાની
આયાત ઉપર 200 ટકા સુધી ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે આગળ ઉમેર્યું હતું કે ભલે તેમના
કાર્યકાળમાં મેન્યુફેક્ચરિંગ નોકરીઓ ખતમ થઈ હોય પણ આ નિર્ણય અમેરિકી ફેક્ટરીઓને ડૂબતી
બચાવવા જરૂરી છે.
ટ્રમ્પની
નજર દવા ઉદ્યોગ ઉપર પણ છે અને વિદેશી દવા ઉપર 200 ટકા ટેરિફની ધમકી આપી છે. આ ઘોષણા
બાદ વૈશ્વિક ધાતુ અને દવા બજારમાં હલચલ મચી છે. જો કે ટ્રમ્પે આશ્વાસન આપ્યું છે કે
દવા ઉદ્યોગ ઉપર પ્રસ્તાવિત ટેરિફ તત્કાળ લાગુ કરવામાં આવશે નહી. કંપનીઓને લગભગ એક વર્ષ,
દોઢ વર્ષનો સમય આપવામાં આવશે અને બાદમાં ભારે ટેરિફ લાદવામાં આવશે. આ અસ્થાયી રોક એટલે
આપવામાં આવી રહી છે જેથી ફાર્મા કંપનીઓ અમેરિકામાં
પોતાના ઓપરેશન્સ સ્થાપિત કરી શકે.
ટ્રમ્પ પ્રશાસન પહેલાથી જ તમામ વ્યાપારી ભાગીદારો
ઉપર 10 ટકા ટેરિફ લાદી ચુક્યું છે અને ચાલુ વર્ષે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ
જેવા ક્ષેત્ર ઉપર પણ ટેરિફ લાદવામાં આવ્યો છે. હવે તાંબુ અને દવા આ યાદીમાં સામેલ થવા
જઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે તાંબા ઉપર 50 ટકા ટેરિફ લાગશે. આ નિર્ણય અમેરિકી
ઉદ્યોગ, વિશેષ રૂપથી ઈલેકટ્રીક વાહનો, સૈન્ય ઉપકરણો, વિજળી ગ્રીડ અને ઉપભોક્તા વસ્તુઓ
માટે મહત્વપૂર્ણ ધાતુના ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી છે.