દિગ્ગજ
સુનિલ ગાવસ્કરથી પણ આગળ થઇ શકે છે
નવી
દિલ્હી, તા.9: ભારતીય યુવા કપ્તાન શુભમન ગિલે ઇંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ ટેસ્ટની શરૂઆત
ધમાકેદાર રીતે કરી છે. તે બે ટેસ્ટમાં ત્રણ સદીથી અને 146.2પની સરેરાશથી કુલ પ8પ રન
કરી ચૂક્યો છે. બીજા ટેસ્ટમાં બે સદીથી તેણે ઘણા રેકોર્ડ તોડયા હતા. ગિલ પાસે આ સિરીઝમાં
મહાન ડોન બ્રેડમેનનો 88 વર્ષ જૂનો અને દુર્લભ રેકોર્ડ તોડવાની તક છે. તેમણે કપ્તાનના
રૂપમાં 1936/37 એશિઝ સિરીઝના પાંચ ટેસ્ટમાં 810 રન કર્યાં હતા. તેમની સરેરાશ 90ની અને
3 સદી હતી. ગિલને હજુ ત્રણ ટેસ્ટ રમવાના છે. આથી તેની પાસે બ્રેડમેનનો આ રેકોર્ડ તોડવાની
તક છે. ગિલ આ રેકોર્ડથી 22પ રન પાછળ છે. યોગાનુયોગ કપ્તાન તરીકે બ્રેડમેનની પણ આ પહેલી
શ્રેણી હતી.
આ ઉપરાંત
એક શ્રેણીમાં સૌથી વધુ રનનો કેપ્ટનના રૂપમાં ભારતીય રેકોર્ડ દિગ્ગજ સુનિલ ગાવસ્કરના
નામે છે. તેમણે 1978/79માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઘરેલુ શ્રેણીમાં 6 મેચમાં 732 રન કર્યાં
હતા. ગિલ આ રેકોર્ડથી 148 રન દૂર છે.
એક
સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે. તેમણે 1930ની એશિઝ સિરીઝમાં
પાંચ ટેસ્ટમાં 974 રન કર્યાં હતા. આ રેકોર્ડને તોડવા માટે ગિલને 390 રનની
જરૂર
છે.
જયારે
ભારત તરફથી એક શ્રેણીમાં સૌથી વધુ રન પણ ગાવસ્કરના નામે છે. તેમણે 1971માં વેસ્ટ ઇન્ડિઝ
સામે 774 રન કર્યાં છે. જેનાથી ગિલ 189 રન પાછળ છે. એક શ્રેણીમાં સૌથી વધુ પ સદીનો
રેકોર્ડ વિન્ડિઝના કલાઇડ વોલકોટના નામે છે. તેમણે 19પપમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની સિરીઝમાં
આ પરાક્રમ કર્યું હતું. ગિલ ત્રણ સદી કરી ચૂકયો છે. બરાબરી માટે બે સદી દૂર છે.