• શુક્રવાર, 11 જુલાઈ, 2025

પઠાણી ઉઘરાણી સામે NBFC ઍને નાણા મંત્રીની કડક ચેતવણી

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ : નિર્મલા સીતારમણે નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને ભારતીય રિઝર્વ બેંકના લોન વસૂલીના ધોરણોનું પાલન કરવા કહ્યું

નવી દિલ્હી, તા.10  : નાણામંત્રી નિર્મલા સીતારમણે નોન- બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને ગ્રાહકોને લોન આપવા માટે આક્રમક અભિગમ ન અપનાવવા અને વ્યાજ દર વાજબી રાખવા ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે નાણાકીય શોષણ ન કરવાની અપીલ કરી. નાણામંત્રીએ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (ગઇBિઍ)ને ભારતીય રિઝર્વ બેંકના લોન વસૂલીના ધોરણોનું કડક પાલન કરવા પણ વિનંતી કરી. 

નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણાકીય સમાવેશના નામ પર નાણાકીય શોષણ ન કરી શકાય. લોન ગ્રાહકોની વાસ્તવિક જરૂરિયાતો અને તેને ચૂકવવાની તેમની ક્ષમતા પર આધારિત             હોવી જોઈએ.  લોન આપવા માટે આક્રમક રીતે માર્કાટિંગ ન કરવું જોઈએ અથવા તેને વ્યક્તિઓ પર થોપવી ન જોઈએ. હપ્તા વસૂલી પ્રક્રિયા ન્યાયી, સહાનુભૂતિપૂર્ણ અને સન્માનજનક રીતે થવી જોઈએ અને તે છઇઈં  નિયમો પ્રમાણે હોવી જોઈએ. તેમણે ગઇBિઍને કહ્યું કે, લોનની વસૂલી તમારા કામનો હિસ્સો છે, પરંતુ અસંવેદનશીલ રહેવું તમારા કામનો હિસ્સો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં ગઇBિઍની સંખ્યા લગભગ 9,000 છે.

નાણામંત્રીએ આગળ કહ્યું કે, જેમ-જેમ ગઇBિઍ મોડેલ પરિપક્વ થાય છે, તેમ-તેમ રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન વધારવું જોઈએ. સીતારમણે ગઇBિઍ ને કહ્યું કે, રિસ્ક ઉઠાવવું આયોજિત અને ડેટા પર આધારિત હોવું જોઈએ અને સંબંધિત સંસ્થાના જોખમ સહન કરવાની ક્ષમતા કરતાં ક્યારેય વધુ ન હોવું જોઈએ.

 રોકડ  અને લોન જોખમોનું કડક મૂલ્યાંકન અને સંચાલન કરવું જોઈએ. મજબૂત આંતરિક નિયંત્રણ વ્યવસ્થાથી સંપત્તિ-જવાબદારીની વચ્ચે અંતર, ફંડ સોર્સની પ્રકૃતિ અને સમયગાળાની દેખરેખ સુનિશ્ચિત થવી જોઈએ. 

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે હાલમાં કોમર્શિયલ બેક્નો દ્વારા આપવામાં આવતી કુલ લોનમાં તેનો હિસ્સો લગભગ 24% છે અને ટાર્ગેટ 50% સુધી પહોંચવાનો હોવો જોઈએ.

ગઇBિઍ હવે શેડો બેન્ક નથી. તેનું મજબૂત નિયમન અને દેખરેખ નાણાકીય વ્યવસ્થા અને અર્થતંત્રમાં તેમના મહત્ત્વનો શ્રેષ્ઠ પુરાવો છે. જેમ-જેમ ભારત આગળ વધશે, તેમ-તેમ ભવિષ્યની લોન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં ગઇBિઍ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઇ-પેપરના નવા શુલ્ક