10,000
વાહનચાલકો દ્વારા દેશના માર્ગ અને પરિવહન મંત્રાલય તેમજ ગઇંઅઈંને ઈ-મેઇલ મોકલાશે
રાજકોટ,
તા.10 : રાજકોટ-જેતપુર હાઇ-વેના સિક્સ લેનના અણઘડ અને એકદમ ધીમા કામને કારણે લાખો લોકો
હેરાન થઈ રહ્યાં છે. પરેશાન પ્રજાને ન્યાય અપાવવાને બદલે સરકાર અને તંત્ર જાણે કોન્ટ્રાક્ટરને
છાવરી રહ્યા હોય તેમ દંડ ફટકારવાને બદલે મુદ્દત આપી રહ્યાં છે. હવે મુશ્કેલી 2026 સુધી
યથાવત્ત રહેવાની છે ત્યારે બંન્ને ટોલ બુથ ઉપર ટોલ ઉઘરાવાનું બંધ કરવાની માગ ઉઠી રહી
છે. જો આ નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં પીઠડીયા અન ભરૂડી ટોલ
પ્લાઝા
તેમજ હાઈ-વે ઉપર ચક્કાજામ કરવામાં આવશે. આ ઉપરાંત 10,000 વાહનચાલકો દ્વારા દેશના માર્ગ
અને પરિવહન મંત્રાલય તેમજ નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ઈ-મેઈલ મોકલામાં આવશે
તેવી ચીમકી કોંગ્રેસ દ્વારા અપાઈ છે.
આ મામલે
હાઇ-વે હક્ક આંદોલન સમિતિના નેજા હેઠળ રાજકોટ-જેતપુર હાઇ-વે પરથી પસાર થતા દૈનિક અઢી
લાખ વાહન ચાલકોને પડતી મુશ્કેલી બાબતે લડત ચલાવતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે,
અહીં ટોલ બુથ પરથી પસાર થતા વાહન ચાલકો પાસે 25 ટકા નહી પરંતુ, 75 ટકા રકમ વસૂલ કરવામાં
આવે છે. જોકે, અમારી માંગણી છે કે, જ્યાં સુધી આ હાઈ-વે ન બને ત્યાં સુધી બંને ટોલ
બુથ પરથી ટોલ ટેકસ ઉઘરાવવાનુ બંધ કરવામાં આવે કેમ કે, સારા રોડ નહી તો ટોલ નહી. આ સાથે
જ આગામી દિવસોમાં 10,000 જેટલા વાહનચાલકો આ સમસ્યાને લઈને દેશના માર્ગ અને પરિવહન મંત્રાલય
તેમજ નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ઈ-મેઇલ મારફત રજૂઆત કરાશે. આ ઉપરાંત અસરગ્રસ્ત
ગામડાઓમાં પત્રિકા વિતરણ કરવામાં આવશે અને સાથે જ બંન્ને ટોલ પ્લાઝા પર તેમજ હાઇ-વે
પર ચક્કાજામ કરવામાં આવશે.
પીઠડીયા-ભરૂડી
ટોલબૂથ પર 75% ટોલ માફી : કલેકટર
3 મહિનાથી
25% ટોલ માફ જ છે : હાઈ-વે ઓથોરિટી
રાજકોટ
જિલ્લા કલેક્ટર દ્વારા આજે આપવામાં આવેલા એક નિવેદનથી ભારે ગેરસમજ ઉભી થઈ છે. કલેક્ટર
ડો.ઓમ પ્રકાશે કહ્યું હતુ કે, આ ઉપરાંત હાઈવે પર ત્રણ બ્રિજ જામવાડીથી વિરપુર, ગોમટા
ફાટક અને વીરપુર બાયપાસ બ્રિજ ટૂંક સમયમા ખુલ્લા મુકાઈ જશે. વધુમાં પીઠડીયા અને ભરૂડી
ટોલ બુથ ઉપર 75 ટકા ટોલ માફી છે. જોકે, નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ
ડાયરેક્ટર હરમેન્દ્રાસિંહ રોટ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર સિકસ લેન હાઇવેનુ
કામ સપ્ટેમ્બર-2023થી ચાલી રહ્યું છે. જ્યાં 18 બ્રિજ છે અને તેમાં 14 ડાયવર્ઝન છે.
અહીં હાઇ-વેનું કામ ચાલી રહ્યું હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને 21 માર્ચના
રાત્રે 12 વાગ્યાથી ટોલમાં 25 ટકા રાહત આપવામાં આવેલી છે એટલે કે પીઠડીયા અને ભરૂડી
ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકોને કુલ ટોલના 75 ટકા રકમ ચૂકવવાની થાય છે.