• શુક્રવાર, 11 જુલાઈ, 2025

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, BJ મેડિકલ કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારના જામીન મંજૂર

યુવતીની ધરપકડ પછી પણ ધમકીભર્યા મેઇલ મળતા હોવાની દલીલ ગ્રાહ્ય

અમદવાદ, તા. 10: બોમ્બ મુકાયાના ધમકીભર્યા ઇમેઇલ કરીને 11 રાજ્યોની પોલીસને પરેશાન કરનાર રેની જોશીલ્ડાએ અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે બીજે મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મોકલ્યા હતા. સાયબર ક્રાઇમ ઇમેઇલ મોકલનારની ચેન્નઇથી ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરતા અનેક ફરિયાદોમાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે ઇઉં મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, અન્ય ત્રણ કેસ માટે હાલ તેને જ જેલમાં જ રહેવું પડશે.

મેજીસ્ટ્રેટે બોપલની શાળામાં બોમ્બ મુકવાની ધમકીના કેસમાં સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છ. જ્યારે સરખેજની શાળા અને હાઈકોર્ટને અપાયેલ ધમકી સંદર્ભે જામીન અરજી દાખલ કરવાની છે. બોપલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં મુકાયેલ જામીન અરજીમાં આરોપીના વકીલ વિશાલ તોમરે રજૂઆત કરી હતી કે આ કેસમાં મહત્તમ 0% વર્ષની સજાની જોગવાઈ છે. કેસને પોલીસે મીડિયા ટ્રાયલ બનાવી દીધેલ છે. તેના અરેસ્ટ પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીસએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે.

 યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એકતરફી પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ઈંઉ બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક