લોનના
પૈસા ભરી દાગીના છોડાવ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું
પોરબંદર,
તા.9: બળેજની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખામાં 11 લાખ 90 હજારની છેતરપીંડી થતા પોલીસ
ફરિયાદ દાખલ થઈ છે.
સુરતના
મોટા વરાછા ખાતે રહેતા અને ગ્રાહકોને બેંકમાંથી સોનુ છોડાવી આપવાનો વ્યવસાય કરતા તુષાલ
ભુપતભાઈ ખુંટ નામના યુવાને બળેજના નવાપરામાં રહેતા નાગા હરદાસ દાસા સામે 11 લાખ 90
હજારની છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયુ છે કે વરાછામાં મંગલ ગોલ્ડ
નામે તેની ઓફિસ છે. કસ્ટમરોને બેંકમાંથી ગોલ્ડ છોડાવી સોનુ માર્કેટભાવે ખરીદી કરવાનું
કામ કરે છે.
તા.રપ-4-રપના
ફેસબુક માર્કેટપ્લેસમાં આપેલી જાહેરાત જોઈને બળેજના નાગા દાસા નામના ઈસમે ફરિયાદીના
ફોન કરીને પુછયુ કે, ‘તમે મારુ ગોલ્ડ કઈ રીતે છોડાવી આપશો ?’ આથી ફરિયાદીએ કહ્યું કે,
તમારુ સોનુ બેંકમાં રોકડા ભરીને લોન ભરપાઈ કરી તમારુ સોનુ છોડાવી આપશુ.
તા.30-4-રપના
નાગાભાઈએ ફરીથી તુષાલને ફોન કરીને પૂછયુ હતું કે, તેને પૈસાની અરજન્ટ જરૂરીયાત છે તેથી
મારી લોન છોડાવવા કાલ સુધીમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બળેજ ગામે આવો તો મારુ કામ થઈ
જશે.
ફરિયાદી
આવી શકે તેમ ન હોવાથી કર્મચારીઓ અરવિંદ સોની તથા જયદીપ લીંબાસીયાને મોકલ્યા હતા અને
બન્ને બળેજ ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં તા.1-પ-રપના નાગાભાઈ સાથે રૂબરૂ મુલાકાત
થઈ હતી આથી નાગાભાઈએ જણાવ્યું હતું કે, તમે મારી લોન ભરપાઈ કરીને બાકી રહેતા પૈસા પરત
આપશો તો તે ભાવ મને સેટ નહી થાય તો મારુ ગોલ્ડ હું વહેચીશ નહી પણ હું તે ગોલ્ડ ફરી
બેંકમાં મુકીને લોન લઈને તમારી લેણાની રકમ પરત આપીશ તેવી વાત થઈ હતી.
ત્યારબાદ
સ્ટાફના બન્ને માણસોએ બળેજની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ખાતામાં 11 લાખ 90 હજાર જમા કરાવ્યા
હતા.
ત્યાર
બાદ માણસો નાગાભાઈ સાથે કુતિયાણાની આઈ.આઈ.એફ.એલ. ફાયનાન્સ લિમિટેડ શાખાએ ગયા હતા અને
ત્યાં નાગાભાઈની બેંકમાં ગોલ્ડલોનની ભરપાઈ માટે પૈસા આર.ટી.જી.થી ટ્રાન્સફર કર્યાના
નંબર આપી સોનુ છોડાવી આપ્યુ હતુ.
નાગાએ
એવુ જણાવ્યુ હતુ કે, ‘હું મારુ સોનુ બેંકમાં ગિરવે મૂકીને ફરી લોન લઈ તમારા 11 લાખ
90 હજાર બે દિવસમાં આપી દઈશ’ તેવો વિશ્વાસ આપી સોનુ આપ્યા વગર જતા રહ્યા હતા.
બે
દિવસ સુધી નાગા દાસાનો કોઈ ફોન કે જવાબ આવ્યો ન હતો. જેથી તુષાલ ખુંટે ફોન કરીને
11 લાખ 90 હજાર ચુકવવાનું કહેતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી ફોન કાપી નાખ્યો હતો.
ફોન ઉપાડવાના જ બંધ કરી દેતા અંતે તુષાલ ખુંટે માધવપુર પોલીસમથકમાં નાગા હરદાસ દાસા
વિરૂદ્ધ છેતરપિંડી કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે.