યુદ્ધ
શરૂ થયા બાદ સૌથી મોટો પ્રહાર : નાટો સંગઠન એલર્ટ
કીવ,
તા.10 : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે રશિયાએ
યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. હુમલાની ગંભીરતા એટલે વધી છે કારણ
કે નાટો સંગઠનના ફાઈટર વિમાનો પોલેન્ડ સરહદ નજીક ખડકી દેવાયા છે. પુતિન યુરોપમાં ગમે
ત્યારે યુદ્ધનો પલિતો ચાંપે તેવી સંભાવના વધતાં નાટો એલર્ટ પર છે.
નવા
હુમલામાં રશિયાએ યુક્રેન ઉપર 7ર8 જેટલા ડ્રોન અને 13 જેટલી મિસાઈલ દાગી છે. યુક્રેન
પરરશ્યાના કહેર બાદ નાટો સૈન્ય સંગઠન ખળભળી ઉઠયું અને પોલેન્ડની સરહદ નજીક તૈનાતી વધારી
હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ રશિયાએ 3 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યાનું
સ્વકાર્યુ છે. રશિયાએ એક પછી એક ડ્રોન અને મિસાઈલથી હવાઈ હુમલો કરી યુક્રેનની એર ડિફેન્સને
નબળી પાડવા પ્રયાસ કર્યો હતો. યુક્રેન રશિયા વિરુદ્ધ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ કરી રહયું
છે જે તેને પશ્ચિમી દેશોથી મળેલા છે. રશિયા આ સપ્લાય ખોરવવા ઈચ્છે છે. પોલેન્ડના સશત્ર
દળ ઓપરેશનલ કમાન્ડે એકસ પોસ્ટમાં લખ્યું કે નાટોના સદસ્ય દેશ પોલેન્ડે પોતાના લડાકૂ
વિમાનોને તૈનાત કર્યા છે.