• શુક્રવાર, 11 જુલાઈ, 2025

બેટિંગ એપ : વિજય, દગ્ગુબાતી, પ્રકાશરાજ સહિત 29 સામે કેસ

ઓનલાઈન સટ્ટેબાજી એપના પ્રચાર બદલ હસ્તીઓ સામે ઈડીની કાર્યવાહી

નવી દિલ્હી, તા. 10 : ઓનલાઈન સટ્ટેબાજી એપના પ્રચાર સામે આકરું વલણ અપનાવતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ગુરુવારે જાણીતા અભિનેતાઓ વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશરાજ સહિત 29 હસ્તી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઈડીના અધિકારીઓને શંકા છે કે, ઓનલાઈન બેટિંગ એપના પ્રચાર મારફતે મોટી રકમની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ) કરાઈ છે.

દરમ્યાન, દેવરકોંડાએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે, રમીને સુપ્રીમ કોર્ટે સ્કિલ ગેમ એટલે કે, કૌશલ્યની રમત લેખાવી છે.

હૈદરાબાદમાં સિયાપુર પોલીસ સ્ટેશનમાં 32 વર્ષીય કારોબારી ફનીન્દ્ર શર્માએ કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, આવી ઓનલાઈન એપ્સમાં મોટું આર્થિક જોખમ હોય છે. નિધિ અગ્રવાલ, પ્રણિતા સુભાષ જેવી હસ્તીઓનાં નામ પણ કેસમાં સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક