રેલવેમાં
નોકરી અપાવવાના બહાને નાણાં પડાવતો’તો
જૂનાગઢ,
તા.6 : જૂનાગઢમાં રહેતા દિવ્યેશ ભરતભાઈ ભુતિયા નામના યુવાનને એક શખસે આર્મીમાં કેપ્ટન
હોવાની ઓળખ આપી આઇ કાર્ડ બતાવી રેલવેમાં લોકો પાયલોટની નોકરી અપાવવાના બહાને રૂ.3.03
લાખની રકમ મેળવી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ
કરી હતી.
દરમિયાન
પોલીસે બાતમીના આધારે કોડિનારના પીપળવા (બાવાના) ગામના પ્રવીણ ધીરુ સોલંકી નામના શખસને
ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રવીણ સોલંકી અગાઉ બેરોજગાર હોય આર્મી કેમ્પમાં
મજૂરી કામ કરતો હોય આર્મી જવાનો - અધિકારીઓની કાર્યપદ્ધતિથી વાકેફ હોય આર્મી કેપ્ટનનો
રોફ જમાવવા આર્મીના કેપ્ટનો રેન્કનો યુનિફોર્મ કોઈ પ્રકારે મેળવી કેપ્ટન તરીકેનું બોગસ
આઇકાર્ડ બનાવી લીધું હતું અને બાદમાં સંસદ ભવનમાં ફરજ બજાવતો હોવાનું જણાવી રેલવેમાં
અલગ અલગ વિભાગોમાં લોકો પાયલોટ તથા અલગ અલગ નોકરીઓ અપાવવાની લાલચ આપી નાણાં પડાવતો
હતો. પોલીસે પ્રવીણ સોલંકીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.