• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ડે.સ્પીકર પદ માટે ‘ઇન્ડિયા’ મેદાને 18મી લોકસભાનું પહેલું સત્ર 24 જૂનથી

નવી દિલ્હી, તા.1પ : 18મી લોકસભાનું પહેલું સંસદીય સત્ર ર4 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ પૂર્ણ થશે. આ વિશેષ સત્રમાં લોકસભા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે અને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. લોકસભા ચૂંટણીમાં ર34 બેઠક જીત્યા બાદ ઇન્ડિયા ગઠબંધન ઉત્સાહમાં છે અને ડે.સ્પીકર પદે દાવેદારી કરશે.

સૂત્રો અનુસાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ડે.સ્પીકર પદ મેળવવા મેદાને છે. જો આ પદ આપવામાં નહીં આવે તો સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી છે. જો કે અંતિમ નિર્ણય સત્ર શરૂ થયા પહેલાં લેવામાં આવશે. ર6મી જૂને લોકસભા પોતાના નવા સ્પીકરની પસંદગી કરશે. ર7 જૂને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સંસદના બન્ને ગૃહને સંયુક્ત સંબોધન કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક