• શુક્રવાર, 11 જુલાઈ, 2025

ભૂલ કરી તો ગ્રીન કાર્ડ છીનવાશે : અમેરિકાની ચેતવણી

-અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ગ્રીન કાર્ડ ધારકોને ચેતવ્યા

વોશિંગ્ટન, તા. 9 : અમેરિકામાં રહેતા ગ્રીન કાર્ડ ધારકો માટે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી)એ ગ્રીન કાર્ડ ધારકોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો રેકોર્ડમાં કોઈ જૂનું ખોટું કામ કે અપરાધિક ઈતિહાસ હશે તો ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. આટલું જ નહીં અમેરિકામાં દાખલ થતાં સમયે હિરાસતમાં લેવામાં આવી શકે છે. સીબીપીએ સાફ કહ્યું છે કે ગ્રીન કાર્ડ રાખવું કોઈ હક નથી પણ

વિશેષાધિકાર છે.  સીબીપીના કહેવા પ્રમાણે અમેરિકાનો ઈમિગ્રેશન કાયદો સરકારને હક આપે છે કે એવા ગ્રીન કાર્ડ ધારકોનું સ્ટેટસ છીનવી લેવામાં આવે જેણે કોઈપણ રીતે કાયદો તોડયો હોય. ભલે પછી તે મોટો અપરાધ હોય કે નાની ભૂલ હોય, તમામની આકરી તપાસ કરવામાં આવશે. આવા લોકો અમેરિકાના કોઈપણ એન્ટ્રી પોઈન્ટે પહોંચ્યા અને રેકોર્ડમાં ગડબડ મળશે તો અનિવાર્ય હિરાસતનો સામનો કરવો પડશે. એટલે કે કોઈપણ વિલંબ વિના હિરાસતમાં લેવામાં આવશે. આલોચકોના કહેવા પ્રમાણે સીબીપીની ભાષા ચેતવણી કરતા ધમકાવનારી વધારે છે.

ઇ-પેપરના નવા શુલ્ક