Aિાઝનો ચોંકાવનારો ખુલાસો : ગોરખપુરમાં આતંકીઓને ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હતાં નાણાં
નવીદિલ્હી,
તા.8: આતંકવાદી નાણાભંડોળ ઉપર નિરીક્ષણ રાખતી વિશ્વની સૌથી મોટી સંસ્થા એફએટીએફનાં
એક ચોંકાવનારો ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ હવે ભંડોળ એકત્ર કરવા, શસ્ત્રો
ખરીદવા અને હુમલા કરવા માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન ચુકવણી સેવાઓનો ઉપયોગ કરી
રહ્યા છે. ભારતમાં પુલવામા અને ગોરખનાથ મંદિરના
હુમલાની ઘટનાઓને આમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યા છે. એફએટીએફનું કહેવું છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને
ઓનલાઈન પેમેન્ટ સર્વિસનો આતંકવાદને ફંડ આપવા માટે દુરુપયોગ થઈ રહ્યો છે.
પુલવામામાં
થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. એફએટીએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી
2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં વપરાયેલ એલ્યુમિનિયમ
પાવડર ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોનથી ખરીદવામાં આવ્યો હતો. આ પાવડરનો ઉપયોગ આઇડીની તાકાત વધારવા માટે કરવામાં
આવ્યો હતો. આતંકવાદીઓ દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મના
ઉપયોગનું આ એક ઉદાહરણ છે. એપ્રિલ 2022માં ગોરખનાથ
મંદિર પર હુમલાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ આઈએસઆઈએસ માટે પેપાલ
દ્વારા 6.69 લાખ રૂપિયાનું આંતરરાષ્ટ્રીય ફાંડિંગ કર્યું હતું. આ સમય દરમિયાન આરોપીએ વીપીએનનો ઉપયોગ કરીને પોતાનું
સ્થાન છુપાવ્યું હતું. તેણે વિદેશી ખાતાઓમાંથી
પૈસા પણ મેળવ્યા હતા અને આઈએસઆઈએસ સમર્થકોને ભંડોળ મોકલ્યું હતું.
એફએટીએફએ
એમ પણ કહ્યું હતું કે ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ પર કરવામાં આવતા વ્યવહારોમાં ઘણીવાર
નકલી નામો, નકલી ખાતાઓ અને વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે, જેનાથી ટ્રાકિંગ
મુશ્કેલ બને છે. આ તપાસ એજન્સીઓ માટે ભંડોળના
સ્રોત અને લાભાર્થીને શોધવાનું અત્યંત મુશ્કેલ બનાવે છે.