• મંગળવાર, 18 જૂન, 2024

ઓમાન સામે જીતથી સ્કોટલેન્ડ સુપર-8ની રેસમાં આગળ ગ્રુપ ઇમાં સ્કોટલેન્ડ ટોચ પર : ઓમાન બહાર

નોર્થ સાઉન્ડ (વેસ્ટ ઇન્ડિઝ). તા.10: ટી-20 વર્લ્ડ કપના ગઈકાલ રાત્રે રમાયેલા ગ્રુપ બીના મેચમાં ઓમાન સામે સ્કોટલેન્ડનો 41 દડા બાકી રહેતા 7 વિકેટે વિજય થયો હતો. ઓમાને 7 વિકેટે 1પ0 રન કર્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડે આક્રમક બેટિંગ કરીને 13.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પ્લેયર ઓફ ધ મેચ બ્રેંડન મક્કલેને અણનમ 61 અને જોર્જ મંસીએ 41 રનની ઇનિંગ રમી હતી. સતત ત્રણ હારથી ઓમાન ટીમ સુપર-8 રાઉન્ડની રેસમાંથી બહાર થઈ છે જ્યારે સ્કોટલેન્ડ ટીમ તેના ગ્રુપમાં ટોચ પર પહોંચી છે. તેના ખાતામાં હવે 3 મેચમાં બે જીતથી પ પોઇન્ટ છે. ઇંગ્લેન્ડ સામેનો મેચ વરસાદમાં ધોવાયો હતો. આખરી મેચમાં ઓસ્ટ્રેલિયાને હાર આપશે તો સુપર-8માં સ્કોટલેન્ડ નિશ્ચિત બની જશે. આ ગ્રુપમાં ચેમ્પિયન ઇંગ્લેન્ડ ટીમ2 મેચમાં 1 અંક સાથે ચોથા ક્રમે છે.

ટોસ જીતી પહેલો દાવ લેનાર ઓમાન તરફથી પ્રતીક અઠાવલેએ 41 દડામાં પ4 અને અયાન ખાને 41 રનની ઇનિંગ રમી હતી. સ્કોટલેન્ડ તરફથી સાફયાન શરીફને બે વિકેટ મળી હતી. બાદમાં સ્કોટલેન્ડે 13.1 ઓવરમાં 3 વિકેટે 1પ3 રન કરી જીત મેળવી હતી. મેક્કુલને 31 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી અણનમ 61 રન બનાવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024