લંડન, તા.8: વિશ્વનો નંબર વન ખેલાડી ઇટાલીનો યાનિક સિનર પહેલા બે સેટ હારવા છતાં નસીબના સહારે વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. સિનરનો હરીફ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવ પેટના સ્નાયૂ ખેંચાઇ જવાથી મેચ છોડવા મજબૂર બન્યો હતો. આથી સિનરનો ક્વાર્ટર ફાઇનલ પ્રવેશ થયો હતો. સિનરે ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો ન હતો, પણ ચોથા રાઉન્ડમાં 19મા નંબરના ખેલાડી દિમિત્રોવ સામે પહેલા બે સેટમાં તેની 3-6 અને પ-7થી હાર થઇ હતી. ત્રીજા સેટમાં સ્કોર 2-2ની બરાબરી પર હતો ત્યારે દિમિત્રોવે મેચ છોડી દીધો હતો. દિમિત્રોવ સતત પાંચમી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ પૂરી કરી શક્યો નથી.
મહિલા
વિભાગની નંબર વન સબાલેંકા જર્મન ખેલાડી લોરા સિંગમંડને 4-6, 6-2 અને 6-4થી હાર આપી
સેમિ ફાઇનલમાં પહોંચી છે. જયારે પુરુષ વિભાગના પહેલા કવાર્ટરમાં અમેરિકી ખેલાડી ટેલર
ફિટજ રશિયાના કરન ખાસાનોવાને 6-3, 6-4, 1-6 અને 7-6થી હાર આપી પહેલીવાર સેમિમાં પ્રવેશ્યો
છે.
18
વર્ષીય રૂસી ખેલાડી મીરા એન્ડ્રીવા એમ્મા નવારોને 6-2 અને 6-3થી હાર આપી કવાર્ટર ફાઇનલમાં
પહોંચી છે. તે પાછલા 18 વર્ષમાં વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સૌથી યુવા
ખેલાડી છે. મીરા એન્ડ્રીવાની કવાર્ટરમાં બેલિંડા બેનસિક વિરૂધ્ધ ટકકર થશે. તેણીએ
18મા નંબરની એકાતેરિના એલેબઝેંડ્રોવાને 7-6 અને 6-4થી હાર આપી હતી. જયારે લિયુડમિલા
સેમસોનોવાએ જેસિકા માનેરોને 7-પ અને 7-પથી હાર આપી વિમ્બલ્ડનમાં પહેલીવાર ક્વાર્ટર
ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેનો મુકાબલો ઇગા સ્વિયાતેક સામે થશે. તેણે કલારા ટોસનને
6-4 અને 6-1થી હાર આપી હતી.