• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

મોરબી: સ્વ.ઈશ્વરલાલ મણીલાલ કોઠારીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉ.74) તે સ્વ.પ્રફુલભાઈ, પંકજભાઈ, રશ્મિભાઈ, રાજેશભાઈ તથા સ્વ.વિણાબેન જયંતિભાઈ મહેતા (કલકતા), આશાબેન સંજયભાઈ શાહ (રાજકોટ)ના ભાઈ, નિશાબેનના પતિ, મિલનભાઈના પિતાશ્રી, આરતીબેનના સસરા, સાક્ષીના દાદાનું તા.9નાં  અવસાન થયું છે. ઉઠમણું તા. 12ના સવારે 9.30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 10 વાગ્યે, દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી, બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી છે.

મોરબી (ઘુંટુ): ઘુંટુ નિવાસી (વાણંદ) બાલકૃષ્ણ વેલજીભાઈ વિઠલાપરાના પત્ની પુષ્પાબેન (ઉ.70) તે મનસુખભાઈ, પ્રવિણભાઈ, દિલીપભાઈના માતૃશ્રીનું તા.11નાં અવસાન થયું છે. બેસણુ તા.13નાં 3 થી 6 વૃંદાવન સમાજની વાડી, જુના ગામના ઝાંપે રાખેલ છે.

જામનગર: મૂળ ગામ બાકોડીવાળા, હાલ જામનગર મુકેશભાઇ છગનભાઇ વઘાડિયા (ઉં.67) તે હરજીવનભાઇ, ગિરધરભાઇના નાના ભાઇ, અનિલભાઇના મોટા ભાઇ, હિતેશ, કિશનના પિતાશ્રી, પંચાસરા હરિલાલ નારણભાઇ (ખીલોસવાળા)ના જમાઇનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 6 મુકતશ્વર મહાદેવ મંદિર, મુરલીધરનગર-1, શેરી નં.7, જામનગર, સસરા પક્ષનું બેસણું સાથે છે.

પોરબંદર: પુષ્કર્ણા બ્રાહ્મણ સુધીરભાઈ ઓઝા તે સ્વ. ઇશ્વરલાલ કેશવલાલ ઓઝાના પુત્ર, સ્વ. વસંતરાયના, ભત્રીજા, કિર્ણાબેનના પતિ, પાર્થ અને રાધિકાના પિતાશ્રીનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના 5થી 6 સાંઇબાબાના મંદિર પાછળ આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરે ભાઇ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: અનિલાબેન હર્ષદગિરિ ગોસ્વામી (ઉં.50) તે હરસુખપુરી લાલપુરી ગોસ્વામીનાં બહેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 7 સદ્ગુરુ પાર્ક-1, ભાવનગર હાઇ વે, મહિકા મેઇન રોડ, રાજકોટ ખાતે છે.

સાવરકુંડલા: બીનાબેન જીગ્નેશભાઇ પાઠક (ઉં.52)તે જીજ્ઞેશભાઈ શિવશંકરભાઇ પાઠકનાં પત્ની, વૈભવભાઇનાં માતુશ્રી થાય અને જયેન્દ્રભાઈ પી. ભટ્ટ (અમદાવાદ)નાં પુત્રીનું તા.8ના અવસાન

થયું છે.

 

 

ભાવનગરના સેવાકર્મી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ સિનિયર વકીલ વિનુભાઇ પરીખનું અવસાન

ભાવનગર: ભાવનગરની અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સિનિયર વકીલ અને જે.એસ. પરીખ કંપનીના શ્રી વિનુભાઇ જગુભાઇ પરીખ (ઉ.94)નું આજે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ કેટલાક સમયથી નાદુરસ્ત તબીયતના લીધે ઘરે હતા. વિનુભાઇ પરીખ શહેરની ભાવનગર કેળવણી મંડળ, સરદાર સ્મૃતિ, બળવંતરાય મહેતા હોમીયોપેથી સેન્ટરમાં પ્રમુખ સ્થાને હતા તથા શહેરની અન્ય સંસ્થા ભાવનગર મહિલા મંડળ, ભાવનગર ત્રી કેળવણી મંડળ વગેરે અનેક સંસ્થાઓમાં માર્ગદર્શન પુરૂ પાડતા હતા તથા દાતા પણ હતા.

તેઓ અહીંની તેમના પિતાની  જે.એચ. પરીખ એન્ડ કું.માં વકીલાત કાર્ય કરતા હતા. પિતા જુની સૌરાષ્ટ્ર સરકારમાં શ્રી ઢેબરભાઇ દેસાઇના મંત્રી મંડળમાં શ્રી જગુભાઇ નાણા મંત્રી હતા. તા.12ને રવિવારે સવારે 7-30 વાગ્યે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનથી નિકળશે.

ઇ-પેપરના નવા શુલ્ક