વીંછિયા:
ઠા.સ્વ.કાંતિલાલ ચુનીલાલ જસાણી (વીંછિયા)ના પુત્ર શૈલેષભાઈ (સી.એ.દુબઈ)(ઉં.56) તે ભૌમિકભાઈ,
ધ્રુમિનભાઈના પિતા, બીપીનભાઈ, હીતેશભાઈ, રાજુભાઈ, નીતાબેન શૈલેષકુમાર સોનછાત્રા (અમદાવાદ)
અને પ્રદીપભાઈના ભાઈ, સ્વ.કાંતિભાઈ વેલજીભાઈ સોનછાત્રા (અમદાવાદ)ના જમાઈનું તા.18ના
દુબઈ ખાતે અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.23ના સાંજે 5થી 7, ંિસંધુ ભવન,
પહેલો માળ, સિંધુ ભવન રોડ, બોડકદેવ અમદાવાદ છે. પ્રાર્થનાસભા તા.26ના સાંજે 4થી 6,
રેવાણીયા રોડ ઉપર આવેલ ભદ્રેશ્વર મહાદેવ મંદિર (મોટી મઢી) વીંછિયા છે.
પોરબંદર:
મૂળ ભાણવડ હાલ લંડનના સારસ્વત બ્રાહ્મણ વિપિનકુમાર (ઉં.73) તે રમાબેનના પતિ, સ્વ.મગનલાલ
દામોદરદાસ જોષીના પુત્ર, સ્વ.જગજીવનભાઈ બોધીના જમાઈ, સ્વ.મનસુખભાઈ બોધીના બનેવી, સંદીપભાઈ,
હીરેનભાઈ બોધીના ફુવાનું તા.16ના લંડન મુકામે અવસાન થતા પોરબંદરમાં પ્રાર્થનાસભા તા.23ને
સોમવારે 5થી 5-30 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે છે.
રાજકોટ:
સ્વ.ઘનશ્યામભાઈ દુર્લભજીભાઈ કક્કડના પુત્ર રાજેશભાઈ તે જન્મેશભાઈ, હાર્દિબેનના પિતાશ્રી,
પ્રતિભાબેનના પતિ, રાધિકાબેનના સસરા, મધુસુદનભાઈ જીવનભાઈ રૂપારેલીયાના જમાઈ, સુધાબેન
મહેશકુમાર ખંધેડીયા, સ્વ.કીર્તિબેન મનસુખલાલ સુચક, નીલાબેન પ્રફુલભાઈ કોટક તથા રાજેશભાઈ
ચંદુભાઈ કક્કડના ભાઈનું તા.22ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.23ના
સાંજે 4-30થી 5-30, ગીતા મંદિર, જંક્શન પોલીસ ચોકી પાસે, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મોટી પીંડાખાઇ નિવાસી હાલ રાજકોટ નરેન્દ્રભાઇ ભટ્ટના પિતાશ્રી
રવિશંકર વલ્લભજીભાઇ ભટ્ટ (ઉ.97) તે સાગર, પૂર્વિના દાદા, મોટી પીંડાખાઇ નિવાસી રમેશચંદ્ર,
બળવંતરાયના કાકાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સાંજે 4 થી 6 સુધી રાધેક્રિષ્ના
મંદિર, એરપોર્ટ દિવાલ સામે, ગાંધીગ્રામ, રાજકોટ છે.
સાવરકુંડલા:
સવિતાબેન બાબુભાઇ ડોડીયા (ઉ.85) તે મનસુખભાઇ, કાળુભાઇ, શાંતિભાઇના માતાનું તા.18ના
અવસાન થયું છે. સાદડી તા.23નાં 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મેઘજી પેથરાજ છાત્રાલય
પાસે, હાથસણી રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
કરણસિંહ અરજણસિંહ પરમાર તે વિજયસિંહ, વિક્રમસિંહના પિતાનું તા.19ના અવસાન થયું છે.
બેસણું તા.23ના સાંજે 4 થી 6 ગાંધી ચોક બુદ્ધેશ્વર મહાદેવ વાળો ખાંચો “રાજ ચામુંડા’’
સાવરકુંડલા છે.
રાજકોટ:
ભાલારા સ્વ. જીવરાજભાઇ રાજાભાઇના પુત્ર ભગવાનજીભાઇ (ઉ.78) (સરપદડવાળા) તે હિતેશભાઇ,
સ્વ. ચેતનભાઇ તે નિલેષના પિતાશ્રી, સ્વ. ગોરધનભાઇ, સ્વ. પોપટભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ.
વલ્લભભાઇના નાનાભાઇ, કાનજીભાઇ અમરશીભાઇ બદ્રકીયાના જમાઇનું તા.22ના અવસાન થયું છે.
બેસણું તા.26નાં સાંજે 4 થી 6 સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી શેરી નં.7, રાજકોટ
છે. લૌક્કિ પ્રથા બંધ છે.
ઉપલેટા:
લુહાર વિરજીભાઇ ડાયાભાઇ હંસોરા તે કાંતાબેનના પતિ, ચીમનભાઇ, પરેશભાઇના પિતાશ્રીનું
તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6 મચ્છુ કઠિયા લુહાર સમાજ, મનાલી
હોલ, બડા બજરંગ રોડ, ઉપલેટા છે.
અમદાવાદ
(બોપલ): સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પ્રવિણચંદ્ર માવજીભાઇ વ્યાસ (નિવૃત્ત એલઆઇસી-રાજકોટ)
હાલ અમદાવાદ તે ચંદ્રેશભાઇ વ્યાસના પિતાશ્રીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ને
સોમવારે સવારે 9 થી 11 થલતેજ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ, હેમંતભાઇ ક્રોસ રોડથી મળતા
તળાવ તરફ જતા પામ બીચ બંગ્લોઝ અને અર્નવ હેલ્થ સેન્ટરની વચ્ચે, થલતેજ, અમદાવાદ છે.
ટેલીફોનીક બેસણું આ જ દિવસે સાંજે 5 થી 7, મો.નં. 95588 10765/ 99250 40765 પર રાખેલ
છે.