વૈકલ્પિક
અભ્યાસ સત્રમાં જોરદાર બોલિંગ પ્રેક્ટિસ કરી
બર્મિંગહામ,
તા.29: ઇંગ્લેન્ડ વિરુદ્ધના બુધવારથી શરૂ થતાં બીજા ટેસ્ટમાં જસપ્રતિ બુમરાહ રમશે કે
નહીં, તે વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે કોચ ગંભીર અગાઉ એવો સંકેત આપી ચૂક્યા
છે કે બુમરાહને એજબેસ્ટનમાં રેસ્ટ અપાશે. આ દરમિયાન ભારતીય ટીમના વૈકલ્પિક અભ્યાસ સત્ર
દરમિયાન બુમરાહે નેટમાં જોરદાર બોલિંગ પ્રેકટીસ કરી હતી. રિપોર્ટ અનુસાર બુમરાહના બીજા
ટેસ્ટમાં રમવા પરનો અંતિમ નિર્ણય તેનું શરીર કેટલું તૈયાર છે તેનાથી પરથી લેવાશે અને
આ માટે મંગળવાર સાંજ સુધી રાહ જોવામાં આવશે. રવિવારે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ સેશનથી
દૂર રહી હતી અને બ્રેક રાખ્યો હતો.
અભ્યાસ
સત્રમાં પહેલા ટેસ્ટના સદીવીર ખેલાડીઓ કપ્તાન શુભમન ગિલ, ઉપ કપ્તાન ઋષભ પંત, કેએલ રાહુલ
અને યશસ્વી જયસ્વાલ સિવાયના ખેલાડી વૈકલ્પિક અભ્યાસ સત્રમાં સામેલ થયા હતા. પહેલા ટેસ્ટમાં
41 રનમાં 7 અને 31 રનમાં 6 વિકેટ ભારતે પહેલી-બીજી ઇનિંગમાં ગુમાવી હતી. વૈકલ્પિક અભ્યાસ
સત્રમાં ડીપ મીડલઓર્ડર બેટર્સને વધુ ને વધુ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.