રાજકોટ:
રાજકોટ નિવાસી, હાલ વડોદરા વસંતભાઇ તન્નાના પત્ની વર્ષાબેન તે નિલેશભાઇ, જેસલબેનના
માતુશ્રી, નવીનભાઇ, કમલેશભાઇ, મહેશભાઇ, મુકેશભાઇ અને જીતુભાઇના ભાભીનું તા.21ના અવસાન
થયું છે. બેસણું 23ના સાંજે 4થી 6 રઘુવંશી કોમ્યુનિટી સેન્ટર, ઇલોરા પાર્ક, બરોડા છે.
જામનગર:
(મૂળ વરવાળા)ના મંજુલાબેન મોહનભાઇ ભારદીયા (ઉં.74) તે સ્વ. મોહનભાઇ હીરજીભાઇ ભારદીયાના
પત્ની, સ્વ. નાનજીભાઇ, સ્વ. જેરામભાઇ અને સ્વ. વિરજીભાઇના ભાઇના પત્ની, સ્વ. રમાબેનના
ભાભી, જયેશ અને પારૂલ નિલેશકુમાર વાઘસણાના માતુશ્રી, હેમંતભાઇ નાનજીભાઇ, સ્વ. કિશોરભાઇ
નાનજીભાઇ, લલિત નાનજીભાઇ અને નીતિન જેરામભાઇના કાકી, વિનોદભાઇ કુરજીભાઇ જોલાપરા (ગીંગણી
વાળા)ના બહેનનું તા.20ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું સાથે તા.23ના 5થી 5-30 વિશ્વકર્મા મંદિર જગ્યા નં.1,
પંચેશ્વર ટાવર, જામનગર છે.
કોટડાસાંગાણી:
મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિના મંગળાબેન મગનભાઇ સોલંકી (ઉં.86) તે સ્વ. મગનભાઇ લાધાભાઇ
સોલંકીના પત્ની, રાજેશભાઇ, વિનોદભાઇ, સ્વ. ઇન્દુબેન, ઉષાબેનના માતુશ્રી, જોશનાબેન,
વર્ષાબેનના સાસુ, ધર્મેશભાઇ, જયદીપભાઇ, મમતા, જલ્પા અને ખુશ્બુના દાદીનું તા.20ના અવસાન
થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6 પંચનાથ મહાદેવ મંદિર, ગોંડલ રોડ, કોટડા સાંગાણી
છે.
જૂનાગઢ:
લીનાબેન ઠાકર (ઉં.54) તે ધીમંતભાઇ ભગવાનલાલ ઠાકરના પત્નીનું તા.22ના અવસાન થયેલ છે.
બેસણું તા.23ના સાંજે 4થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.
રાજકોટ:
મધુબેન ચંદુલાલ શિંગાળા (ઉં.100) તે ચંદુલાલ ખુશાલદાસ શિંગાળાના પત્ની, રતિલાલ, વિનુભાઇ,
રાજુભાઇ, રંજનબેન પ્રવીણકુમાર વડેરા, અરૂણાબેન પ્રકાશકુમાર નગદીયાના માતુશ્રી, પ્રવીણભાઇ
બંસીભાઇ વડેરા, પ્રકાશકુમાર રમેશચંદ્ર નગદિયાના સાસુ, કેવળચંદ ચત્રભુજ ચંદારાણાના દીકરી,
કનૈયાલાલ, મણીભાઇ, હસમુખભાઇના બહેનનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ને સોમવારે
સાંજે 4-30થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.