• મંગળવાર, 01 જુલાઈ, 2025

avshan nodh

રાજકોટ: મુળ આણંદપર હાલ રાજકોટ માધવીબેન વિક્રમભાઈ રાઠોડ (ઉ.38)નું તા.ર0ને શુક્રવારે અવસાન થયું છે. બેસણુ તા.ર6ને ગુરુવારે, ‘િસદ્ધિ વિનાયક’ ફ્લેટ, નાગેશ્વર મંદિર પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 6 છે. (મો.8200736898)

જૂનાગઢ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજેશભાઈ જોષી તે સ્વ.વસંતરાય જીવરામ જોષીના પુત્ર, હર્ષદભાઈ, ભાવિનભાઈ તથા ઈલાબેન બિપીનભાઈ વ્યાસ (જામનગર)ના ભાઈનું તા.ર3ને સોમવારે અવસાન થયું છે. બેસણુ તા.ર6ને ગુરુવારે સાંજે 4 થી 6 કડિયાવાડ, કબીરશેરી, કડિયા મંદિર, શિવગંગા એપાર્ટમેન્ટની સામે, જૂનાગઢ ખાતે છે.

પોરબંદર: ગુણવંતીબેન નાથાલાલ મદલાણી (ઉં.85) તે જીતેન્દ્રભાઇ, નિલેષભાઇ, શકુંતલાબેન પોપટ (લંડન)ના માતા તથા (બગવદરવાળા) વજુભાઇ પાબારીના મોટાબેન અને કૃણાલ, ભૂમિ તથા મનીષાબેન ધવલભાઇ રાયચુરાના દાદીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ને મંગળવારે 4-15થી 4-45 પોરબંદરના લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોનું સંયુકત છે.

પોરબંદર: ધર્મેશભાઇ નાંઢા (ઉં.48) તે નરોત્તમભાઇ જગજીવનભાઇ નાંઢાના પુત્ર તથા પ્રશાંતભાઇ, મિહિરભાઇ, અમિતાબેન શૈલેષભાઇ ભીંડી, પરાગભાઇ તથા હિરેનભાઇના ભાઇનું તા.23ના અવસાન થયું છે.

માળિયા હાટીના: પટેલ વાઘજીભાઇ રાજાભાઇ ફૂલેત્રા (ઉં.96) તે સ્વ. મોહનભાઇના ભાઇ અને દિનેશભાઇના પિતા તેમજ હાર્દિકભાઇના દાદાનું તા.22ના રોજ અવસાન થયું છે. બેસણું તેમના નિવાસ સ્થાને ગેસ્ટ હાઉસની પાછળ, માળિયા હાટીના ખાતે રાખેલ છે.

સાવરકુંડલા:  અંજલીબેન અલ્પેશકુમાર વરમોરા (ઉં.23) તે ધ્રુવકુમાર અલ્પેશભાઇ વરમોરા (ભાઇ), દક્ષાબેન અલ્પેશભાઇ વરમોરાના દીકરીનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.24ને મંગળવરે સાંજે 4થી 6 અમારા નિવાસસ્થાન ખાદી કાર્યાલય પાસે, ડો. આંબેડકરનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા:  શારદાબેન (ઉં.60) તે અરુણભાઇ મધુભાઇ બોઘરાના પત્ની તથા ધર્મેશભાઇના માતાનું તા.20ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.24ને મંગળવારના સવારે 8થી 11 પટેલ વાડી, શિવાજીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

જામખંભાળિયા: રંજનબેન રમેશભાઇ સાયાણી (ઉં.65) તે હાર્દિકભાઇ (રાજકોટ), નિશાંતભાઇ (મુંબઇ)ના માતુશ્રી તેમજ દર્શ, કાવ્યાના દાદીમા તથા જીતેન્દ્રભાઇ (એમ. તુલસીદાસ એન્ડ કુ.), વિમલભાઇ, સુનિલભાઇ (રાજકોટ), ઉર્મિલાબેન નવીનકુમાર ગોકાણી (જામનગર)ના ભાભી તથા ધીરજલાલ, દિનેશભાઇ અને સ્વ. દિપકભાઇ મીરાણીના બહેનનું તા.21ના રોજ મુંબઇ (મલાડ) ખાતે અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી: તા.26ને ગુરુવારે સાંજે 4-30થી  5 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક