• મંગળવાર, 01 જુલાઈ, 2025

‘કટોકટીમાં લોકોએ ત્રાસદી વેઠી’

મન કી બાતના 123માં મણકામાં વડાપ્રધાન મોદીએ વિવિધ મુદ્દા ચર્ચા

નવી દિલ્હી, તા. 29 : કટોકટીના સમયમાં લોકોને ત્રાસદી ભોગવવી પડી, કઠોર યાતનાઓમાંથી પસાર થવું પડયું. તેમના પર અમાનવીય અત્યાચાર થયા, પણ અંતમાં જનતાની જીત થઈ અને કટોકટી લાદવાવાળાઓની હાર થઈ તેમ મન કી બાતના 123મા મણકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, મોદીએ દેશને સંબોધતાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કરોડો લોકોએ હિસ્સો લીધો. દેશભરમાંથી આકર્ષક તસવીરો જોવા મળી, જેમાં વિશાખાપટ્ટનમમાં ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. નૌસેનાના જહાજો પર અને જમ્મુમાં લોકોએ દુનિયાના સૌથી ઊંચા પુલ પર યોગ કર્યા હતા, જ્યારે વડનગરમાં 2100 જણે સાથે ભુજંગાસન કરીને વિક્રમ સર્જ્યો હતો. કટોકટીને યાદ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આ કાળ દરમિયાન લોકોને અસહ્ય પીડા વેઠવી પડી, તેમની સાથે અમાનવીય વર્તન કરાયું. દરેકને જેલમાં ભરવાના આદેશ અપાયા, જે ખૂબ પીડાદાયક હતું, પરંતુ અંતે લોકોની જીત થઈ.

વધુમાં બે મોટી ઉપલબ્ધિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને ટ્રોકોમા મુક્ત ઘોષિત કર્યું હોવાની માહિતી પણ મોદીએ આપી હતી, તો આઈએલઓના હેવાલ મુજબ, 95 કરોડથી વધુ લોકો કોઈને કોઈ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક