• મંગળવાર, 01 જુલાઈ, 2025

અર્શદીપને મોકો આપી જોખમ લેવા ટીમ મેનેજમેન્ટ તૈયાર ?

બર્મિંગહામ, તા.29: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો બીજો મેચ બુધવારથી એજબેસ્ટનમાં રમાશે. આ મેચની ભારતીય ઇલેવનમાં ફેરફારની પૂરી સંભાવના છે. લીડસ ટેસ્ટમાં શાનદાર દેખાવ કરનાર સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહની રમવાની સંભાવના ઓછી છે. ટીમ મેજમેન્ટ પહેલેથી જાહેર કરી ચૂક્યું છે કે આ શ્રેણીમાં બુમરાહ 3 ટેસ્ટ મેચ રમશે. બુમરાહના સ્થાને અર્શદીપ અને આકાશ દીપ વચ્ચે હરીફાઇ છે.

અર્શદીપે હજુ સુધી ટેસ્ટ પદાર્પણ કર્યું નથી જ્યારે આકાશ દીપ 7 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેના નામે 1પ વિકેટ છે. અર્શદીપ ભલે ટેસ્ટ અનુભવ ધરાવતો ન હોય, પણ પાછલા બે વર્ષથી તે સફેદ દડામાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. તે આ સીઝનમાં કેન્ટ તરફથી પ કાઉન્ટિ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 13 વિકેટ લીધી છે. અર્શદીપના નામે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 66 વિકેટ છે.

કોચ ગંભીર અને કપ્તાન ગિલ અર્શદીપને તક આપીને ઇંગ્લેન્ડના બેટર્સને ચોંકવવા માગે છે અને આ જોખમ લેવા ટીમ મેનેજમેન્ટ તૈયાર હોવાનું જાણવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક