• મંગળવાર, 01 જુલાઈ, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: પીયૂષભાઈ ભગવાનજીભાઈ ઝિંઝુવાડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 712 ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: દશા સોરઠિયા વણીક મોટા દડવા નિવાસી હાલ રાજકોટ પ્રાણજીવન નરશીદાસ જનાણી (ઉ.91) તે પિયુષભાઈ, કેતનભાઈ, હર્ષા મુકેશભાઈ, નીતા રાજેશભાઈના પિતાશ્રી, ગીરધરભાઈના મોટાભાઈ, દીપ, વિશ્વા, જીલ, તનીષના દાદા, સ્વ.લાભુબેન, સ્વ.ભાગુબેન, ભાનુબેન, ચંદ્રીકાબેનના ભાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, આદિત્ય હાઈટસ, જય ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.

અમદાવાદ: મુળ ગરણી હાલ અમદાવાદ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમાજના સ્વ.ભાસ્કરભાઈ દિનુભાઈ જોષીના પત્ની ભારતીબેન (ઉ.83) તે મીનાબેન જયદેવભાઈ જોષી, પરાગભાઈ, સ્વ.જયદેવભાઈના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28ના સવારે, એ/002, સેરેનાડે વેંચૂરા, જીંજર હોટલની બાજુમાં, સિંધુ ભવન રોડ, અમદાવાદ છે.

જસદણ: જસદણ તાલુકાના કનેસરા નિવાસી કોળી સવાભાઈ ચનાભાઈ નાગડકિયા (ઉ.78) તે ભોળાભાઈ, જેન્તીભાઈ, અરવિંદભાઈના પિતાશ્રી, કમલેશભાઈ, ધર્મેશભાઈ, ભરતભાઈ અને યુગભાઈના દાદાનું તા.25ના અવસાન થયું છે.

લોધીકા: મગનભાઈ જેસંગભાઈ ચૌહાણ (ઉ.75) તે વિજયભાઈ, મગનભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના 4 થી 6, તેમના નિવાસ સ્થાને, મોચી શેરી, ચીભડા નાકા ખાતે છે.

પોરબંદર: મુળ કોટડા હાલ છાયા નિર્મળાબેન રતિલાલ જોષી (ઉ.72) તે રતિલાલ પ્રેમજી જોષીના પત્ની, જિજ્ઞાસાબેન, મિતલ, સંદીપના માતુશ્રી, અમીના સાસુ, સ્વ.લાભશંકર વિઠ્ઠલજી થાનકીના પુત્રી, વિનુભાઈ, મુકુંદભાઈ, સ્વ.હરીશભાઈ, દર્શનાબેન, મધુબેનના બહેનનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના 4 થી 5, તેમના પરિશ્રમ સોસાયટી ખાતેના નિવાસ સ્થાને છે.

પડધરી: દરિયાલાલ મંદિરના પુજારી નરહરિદાસ રેવાદાસ નિમાવતના પત્ની રંજનબેન (ઉ.75) તે અશોકભાઈ, રમેશભાઈ, દીપ્તિબેનના માતુશ્રી, ઉર્વીશાબેન પાર્થભાઈ રામાવત (મીતાણા), રાજભાઈના દાદીનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, પડધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક