નવોદિત
પ્રેટોરિયસની ડેબ્યૂ મેચમાં દોઢી સદીથી દ. આફ્રિકાના 418 સામે ઝિમ્બાબ્વેના 251
બુલાવાયો
(ઝિમ્બાબ્વે) તા. 29: દ. આફ્રિકા સામેના પહેલા ટેસ્ટમાં શોન વિલિયમ્સની લડાયક સદીથી
ઝિમ્બાબ્વે ટીમે લડત આપી ફોલાઓન ટાળવામાં સફળતા મેળવી હતી. મેચના આજે બીજા દિવસે ચાના
સમય પછી ઝિમ્બાબ્વે પહેલા દાવમાં 2પ1 રને ઓલઆઉટ થયું હતું. આથી આફ્રિકાને 167 રનની લીડ મળી હતી. શોન વિલિયમ્સ 16 ચોક્કાથી 137 રને આઉટ થયો હતો.
કપ્તાન ક્રેગ ઇરવિન 36 રને આઉટ થયો હતો. બાકીના ઝિમ્બાબ્વે બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.આફ્રિકા
તરફથી મુલ્ડરે 4 અને કપ્તાન કેશવ મહારાજે 3 વિકેટ લીધી હતી.
આ પહેલા
આજે દ. આફ્રિકાએ પ્રથમ દાવ 9 વિકેટે 418 રને ડિકલેર કર્યોં હતો. જેમાં યુવા બેટસમેન
લુઆન પ્રેટોરિયસના 1પ3 અને ઓલરાઉન્ડર કોબિન બોશના અણનમ 100 રન મુખ્ય હતા. આ ઉપરાંત
ડેવાલ્ડ બ્રેવિસે ડેબ્યૂ મેચમાં આક્રમક અર્ધસદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે તરફથી ટનકા
ચિવંગાએ 4 વિકેટ લીધી હતી.
પ્રેટોરિયસ
160 દડામાં 11 ચોકકા અને 4 છકકાથી 1પ3 રને આઉટ થયો હતો. જયારે કોબિન બોશે 124 દડામાં
10 ચોક્કાથી અણનમ 100 રન કર્યાં હતા.