રાજકોટ:
કશ્યપભાઈ ભાસ્કરરાય પોટા (ઉ.71) તે નીના વ્યાસ પોટાના પતિ, પૃથા સૌરભ નાણાવટી અને મિત
પોટાના પિતા, અશોક પોટાના નાનાભાઈ, પલ્લવી વ્યાસના બનેવીનું તા.19ના અવસાન થયું છે.
તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી તા.ર1ને શનિવારે ‘શુભમ ગોલ્ડ-301’, નવિનનગર
સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટથી નિકળશે. પ્રાર્થનાસભા તા.ર3/6નાં સાંજે પ થી 6.30,
નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.હરકિશનદાસ પ્રભુદાસ માઝનીના પુત્ર કિશોરભાઈ (જાગૃતિ મેડિકલ સ્ટોર્સ)ના પત્ની મનિષાબેન
તે મેઘા મિતુલ મહેતા, શ્રુતિ સાવન કોંઢિયા અને દર્શિલના માતુશ્રી, કિશોરભાઈ રંગીલદાસ
વારીઆના પુત્રી, જિગર વારીઆના બેન, દિવ્યકાન્ત, પ્રજ્ઞા જયવંતકુમાર શેઠ, જાગૃતિ બૈજુ
કુમાર શાહના ભાભીનું તા.ર0નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1નાં સાંજે 4 કલાકે 3ર/37 પ્રહલાદ
પ્લોટ, દેરાસર/ઉપાશ્રય ખાતે લૌકીક વ્યવહાર બંધ છે.
ભાટીયા:
ઔદીચ્ય ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ રાજેશભાઈ રસિકલાલ પંડયા (ઉ.પ4) તે સ્વ.રાજુભાઈ પંડયા
(મંત્રી), તુષારભાઈ પંડયાના નાનાભાઈ, પરેશભાઈ પંડયાના મોટાભાઈ, ધ્રુવભાઈના પિતાનું
તા.ર0નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1નાં સાંજે 4.30 થી પ બહેનો અને ભાઈઓ માટે દૂધેશ્વર
મહાદેવ મંદિર ખાતે છે.
જામનગર:
મુળ ગામ: નાની રાકુદળ હાલ જામનગર સ્વ.જમનાદાસભાઈ હંસરાજભાઈ બકરાણીયાના પત્ની કંચનબેન
તે સ્વ.ઠાકરશીભાઈ, સ્વ.પ્રફુલભાઈ હંસરાજભાઈ બકરાણીયાના ભાભી, ગિરિશભઈ, અમીતભાઈ, સ્વ.કોકીલાબેન
નલીનભાઈ છત્રાલીયા, કપીલાબેન કમલેશભાઈ સોડાગરના માતુશ્રી, સ્વ.શામજીભાઈ હંસરાજભાઈ અંબાસણાના
દિકરીનું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સાંજે 4.30 થી પ.30 કેશવ કોમ્પલેક્ષ,
ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર છે.
જામ
ખંભાળિયા: સ્વ.પ્રવીણકુમાર નાથાલાલ ચોપડા તે સ્વ.કોન્ટ્રાક્ટર મિત્રી નાથાલાલ રવજી
ચોપડાના પુત્ર, દિપાલિબેન કેતનકુમાર કણઝારિયા, એકતાબેન જયેશકુમાર નકુમ, મેઘાબેન ધવનકુમાર
પાબારી, જયકુમાર ચોપડાના પિતા, આરોહીના દાદા, સ્વ.રસિકલાલ ચોપડા, સ્વ.ચંપાબેન નકુમ,
સવિતાબેન નકુમ તથા નીતાબેન નકુમના ભાઈ, સ્વ.પરસોતમ હીરાલાલ નકુમના જમાઈનું તા.ર0નાં
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર3ના સાંજે પ થી પ.30 જલારામ મંદિર ખાતે છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ નવા સાદુળકા હાલ રાજકોટ નિલેષભાઈ ધિરજલાલ દવે (ઉ.48) તે સ્વ.ધિરજલાલ
મુળશંકર દવેના પુત્ર, નિલભાઈ, ધ્યાનીબેનના પિતાશ્રી, વિપુલભાઈ ધિરજલાલ દવે, પૂનમબેન
ચેતનકુમાર પંડયા (મોરબી), પૂર્ણિમાબેન જીજ્ઞેશકુમાર પંડયા (મોરબી)ના ભાઈ, કનૈયાલાલ,
સ્વ.પ્રફૂલચંદ્ર, સ્વ.વાસુદેવભાઈ, ભરતભાઈના ભત્રીજા, સ્વ.કાકુભાઈ જટાશંકરભાઈ જોષીના
જમાઈ, સ્વ.યોગેશભાઈ કાકુભાઈ જોષીના બનેવીનું તા.19નાં અવસાન થયું છે. ઉઠમણુ, શ્વસુર
પક્ષનું બેસણુ તા.ર1નાં બપોરે 4 થી પ ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, મિલપરા શેરી
નં.1, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.