ઈસ્લામાબાદને 3.7 અબજ ડોલરનું
નવું કરજ આપશે બીજિંગ
બીજિંગ, તા.29: ભીખ માગીને ભારતને
આંખ દેખાડતા પાકિસ્તાનને ચીન 3.7 અબજ ડોલરનું કરજ આપવા જઈ રહ્યું છે. આનાં માટેની વાણિજ્યિક
ઋણ સમજૂતીને ફાઈનલ કરી લેવામાં આવી છે. આમ, નાદારીની કિનારે ઉભેલું પાકિસ્તાન આર્થિક
કફોડી સ્થિતિમાંથી ઉગરી ગયું છે.
ચીન તરફથી આ કરજ મળ્યા બાદ પાકિસ્તાનનો
વિદેશી મુદ્રા ભંડાર 12.4 અબજ ડોલર ઉપર પહોંચી જશે. જે ગત સપ્તાહે ઘટીને 8.9 અબજ ડોલર
રહી ગયું હતું. જેનાં હિસાબે પાકિસ્તાન ઉપર નાદારીનો ખતરો ભમવા લાગ્યો હતો.
ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ
બેન્ક ઓફ ચાઈના(આઈસીબીસી) અને બેન્ક ઓફ ચાઈનએ 1.6 અબજ ડોલરનાં કરાર ઉપર હસ્તાક્ષર કર્યા
છે.
ચીનનાં આ કરજથી પાકિસ્તાનને આઈએમએફનું
લક્ષ્ય પૂરું કરવામાં મદદ મળશે. અહેવાલો અનુસાર બીજિંગે પાક.ને 4 અબજ ડોલરની રોકડ જમા,
પ.4 અબજ ડોલરનાં વ્યાવસાયિક ઋણ, 4.3 અબજ ડોલરની વેપાર સુવિધા વધારીને આર્થિક રીતે જીવિત
રાખ્યું છે.