ત્વચાદાન
રાજકોટ:
મુસ્તફાભાઈ તાહેરઅલી ભારમલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ
ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
711મું ચક્ષુદાન તથા 35મું સ્કીન ડોનેશન થયેલ છે.
રાજકોટ:
કાંતાબેન જયંતિલાલ કક્કડ (ઉં.88) તે મુકુંદભાઈ (નિવૃત્ત શિક્ષક), નરેન્દ્રભાઈ (નિવૃત્ત
પીજીવીસીએલ), નયનાબેન પંકજભાઈ ઠક્કર (અમરેલી), જયશ્રીબેન શૈલેષભાઈ ઠકરાર (જામનગર)ના
માતુશ્રી, વત્સલના દાદીમા, દિનેશભાઈ ભીખાલાલ અઢિયા (નાગરીક બેંક ગોંડલ)ના ફઈબાનું તા.23ના
અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી બંન્ને સાથે તા.27ના સાંજે 5થી 6, ભીમનાથ
મહાદેવ મંદિર, ગાયત્રીનગર શેરી નં.2, રાજકોટ છે.
આટકોટ:
ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ પ્રભાબેન લક્ષ્મીશંકર પંચોલી (ઉં.8પ) તે અરૂણભાઈ,
દિપકભાઈ, મિલનભાઈ, વિરલભાઈ, સ્વ.રેખાબેન જીતેન્દ્રકુમાર જાની (મુંબઈ), રક્ષાબેન મનોજકુમાર
ત્રિવેદી (મુંબઈ), પૂર્ણાબેન અભીષેકકુમાર ભટ્ટ (બાલાશીનોર), સોનલબેનના માતુશ્રીનું
તા.રપના અવસાન થયું છે. બેસણુ તા.ર8ના બપોરે 3 થી પ અરૂણભાઈ લક્ષ્મીશંકર પંચોલી કૈલાશનગર,
સરકારી દવાખાના સામે, આટકોટ છે.
ધોરાજી:
ધોરાજી નિવાસી હાલ તાલાળા ગિર વિશાલભાઈ મહાસુખભાઈ હિરાણી (ઉ.4પ) તે (પીપલ્સ બેંક-તાલાલા)
તે મહાસુખભાઈ એમ. હિરાણીના પુત્ર, સોનીબેનના ભાઈ, કિશનભાઈના મોટાભાઈ, અર્પિતાબેનનાં
પિતાનું તા.10નાં અવસાન થયું છે. બેસણુ તા.ર8ના સાંજે 4 થી 6 સેનવાડી (હાલરી વાળંદ
સમાજ) ધોરાજી છે.
રાજકોટ:
ધીરેનભાઈ છોટાલાલ વડેરા (ઉ.પ4) તે સ્વ.છોટાલાલ કાનજીભાઈ વડેરાના પુત્ર, ઈશાબેનના પતિ,
જીજ્ઞેશભાઈના ભાઈ, હિનાબેન નિખીલભાઈ સચદે, શિવાની ધીરેનભાઈ તથા મોર્યના પિતા, સ્વ.હર્ષદભાઈ
જીવરાજભાઈ અનડકટ (સસરા), ભાવિનભાઈ હર્ષદભાઈ અનડકટ તથા જતીનભાઈના બનેવીનું તા.ર4ના અવસાન
થયું છે. બેસણુ, સાદડી તા.ર6ના સાંજે 4 થી 6 નીલકંઠવર્ણી હોલ, સ્વામિનારાયણ મંદિર,
કાલાવડ રોડ, રાજકોટ છે.
જૂનાગઢ:
મૂળ સરાડીયા હાલ જૂનાગઢ મુક્તાબેન જેન્તીભાઈ લખલાણી (કમુબેન) (ઉં.8પ) તે ભરતભાઈ, દીપકભાઈ,
રંજનબેન, ગીતાબેનના માતુશ્રીનું તા.ર4ના જૂનાગઢ ખાતે અવસાન થયુ છે. બેસણુ તા.ર6નાં
સાંજે 4 થી 6 ૐકારેશ્વર મહાદેવ મંદિર, દીપાંજલી, જૂનાગઢ છે.
બાબરા:
સ્વ.વિનોદભાઈ રતિલાલ ભટ્ટના પુત્ર કુલદીપભાઈ (ઉ.43) (એડવોકેટ) તે કેદાર અને રુત્વાના
પિતા, કનુભાઈ (રાજકોટ), પ્રદિપભાઈ (જેતપુર)ના ભત્રીજા, કમલેશભાઈ, મનિષભાઈ શાત્રી, અમેરલીના
નાનાભાઈનું તા.રપના અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં 4 થી 6 બાબરા મુકામે ગાયત્રી મંદિરે
છે.
રાજકોટ:
ચંદનબેન નાગરદાસ મહેતા (ઉં.81) તે નાગરદાસ વિઠ્ઠલજી મહેતા (મજેવડીવાળા હાલ રાજકોટ)ના
પત્ની, કિરીટભાઈ, દીપકભાઈ, જયેશભાઈ, મિતેશભાઈ, વિજયભાઈના માતુશ્રી, કુમુદબેન કિરીટભાઈ,
સાધનાબેન દીપકભાઈ, સ્મિતાબેન જયેશભાઈ, કૃપાબેન મિતેશભાઈના સાસુ, ભાવિક, દર્શિક, પ્રતીક,
જય, જીનલ, યસ, હિલોની ધવલકુમાર શાહ, સલોની આદિશ કુમાર શાહના દાદી, કાંતિલાલ પોપટલાલ
મહેતા (જામકંડોરણા)ના દીકરી, સ્વ.વિનોદભાઈ, હસમુખભાઈ, જશવંતીબેન, નિમુબેન, કોકિલાબેનના
મોટા બહેનનું તા.ર4નાં અવસાન થયું છે. તમામ પ્રકારનો લૌકિક વહેવાર બંધ છે.
ઉપલેટા:
મુકેશભાઈ હીરાભાઈ ગોંધિયા તે પ્રતીક ગોંધીયા (કેની સાબુ) તથા અર્પિતાબેન ઠક્કરના પિતાશ્રી,
કાવ્યા, વ્યોમના દાદાનું તા.રપનાં ઉપલેટા ખાતે અવસાન થયું છે. બેસણુ તા.ર6/6ના બપોરે
4 થી 6 ઝાલાવાડીયા સમાજ કચરા ડાયા ચોક, ઉપલેટા છે.
રાજકોટ:
સ્વ.સોની પરશોત્તમભાઈ મંગળજીભાઈ ફિચડીયા (સણોસરાવાળા)ના જમાઈ, સ્વ.હસમુખભાઈ તથા હેમંતભાઈના
બનેવી, કનૈયાલાલ દુર્લભજીભાઈ માંડલિયા (ઉ.6ર, મહેસાણા)નું તા.ર0ના અવસાન છે. પિયરપક્ષનું
બેસણુ તા.ર8ના શનિવારના રોજ બપોરે 4 થી પ વાઘેશ્વરી માતાજીની વાડી, યુનિટ નં.3, રામનાથપરા,
રાજકોટ છે.
રાજકોટ:
ગુર્જર સુથાર રાજકોટ નિવાસી સ્વ.હિતેન્દ્રભાઈ દયાળજીભાઈ ભારદીયાના પત્ની મીનાબેન (ઉ.પ9)
તે સુશીલાબેન શાંતિલાલ દુદકીયાના પુત્રી, ભરતભાઈ, અનીલભાઈ, પારૂલબેન જીતેન્દ્રકુમાર
જાદવાણીના મોટા બહેન, વિરલભાઈ જાદવાણીના માસી, અંકિતા, એકતાના માતૃશ્રીનું તા.ર4નાં
અવસાન થયું છે. બેસણુ તા.ર7ના સાંજે 4 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.
વિસાવદર:
મંગળાબેન નંદલાલભાઈ વ્યાસ તે ભરતભાઈના માતૃશ્રી, હિમતલાલ વ્યાસ, કનૈયાલાલ તથા જેન્તીલાલના
ભાભી, જયદીપ આશિષ, વિરલ તથા જયેશના દાદીનું અવસાન થયું છે. બેસણુ તા.ર7ના સાંજે 4 થી
6 બ્રહ્મસમાજ પોલીસ સ્ટેશન સામે, વિસાવદર છે.