• મંગળવાર, 01 જુલાઈ, 2025

avshan nodh

ગઢડા (સ્વામીના): ગુણીબેન તળસીભાઈ પરમાર (ઉં.95) તે મિત્રી કાળુભાઈ તળસીભાઈ પરમારના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના બપોરે 4થી 6 સુધી, લુહાર સુથારની વાડી, ભાથીજી મહારાજની દેરી પાસે, ગઢડા છે.

ચલાલા: મુળ ગામ ભાયાવદર હાલ મુંબઈ બોરીવલી નિવાસી સ્વ.ગિરધરલાલ વિઠ્ઠલદાસ જોબનપુત્રાના દીકરા વિનોદરાય (ઉ.77) તે પ્રફુલ્લાબેનના પતિ, સ્વ.જયંતિભાઈ, સ્વ.પ્રભુદાસભાઈ હસમુખભાઈ, બાબુભાઈ, કિશોરભાઈના ભાઈ, સંજય, દિવ્યેશના પિતા, પ્રીતિબેન, ભાવિકાબેનના સસરા, સ્વ.હરજીવનદાસ દુર્લભજીભાઈ નગદીયાના જમાઈ, સ્વ.વિનોદભાઈ, વિજયભાઈના બનેવી, જીલ, શ્રેષ્ઠા, ભવ્યના દાદાનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા.26ના સાંજે 5 થી 7, લુહાર સુથાર વાડી, રાજ હીલ બિલ્ડીંગની સામે, બોરીવલી (ઈસ્ટ) છે.

રાણાવાવ: મનસુખભાઈ જાદવજી રાડીયા (ઉ.79) તે કિશનભાઈ, કેતનાબેન રાજેશભાઈ (પોરબંદર), સોનલબેન ભાવેશભાઈ (જામખંભાળીયા)ના પિતાશ્રી, જિતેશભાઈ, પ્રદીપભાઈ, હર્ષાબેન (યુ.કે)ના કાકાનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના 4 થી 4-30, રાણાવાવના ભીડભંજન મહાદેવ મંદિરે, ભાઈ-બહેનોની સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

જામનગર: પ્રવિણચંદ્ર રૂગનાથભાઈ પંડયા (ઉ.88)(નિવૃત્ત રેલવે કર્મચારી) તે ચંદ્રીકાબેનના પતિ, દિપનભાઈ, વિશ્વેશભાઈ તથા રશ્મિબેન અમીતભાઈ શુક્લના પિતાશ્રી, અમીતકુમાર મહેશભાઈ શુક્લ, ફાલ્ગુનીબેન દિપનભાઈ પંડયા, હેમાલીબેન વિશ્વેશભાઈ પંડયાના સસરા, વંશીકા અને સાચીના દાદા, પાયલ અને પાર્થના નાનાનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: ધીરજબેન રમણીકલાલ મહેતા તે સ્વ.રમણીકલાલ હરિશંકર મહેતાના પત્ની, શૈલેષભાઈ, સંજયભાઈના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુર્જર સુથાર મુળ ગામ મોટા આસોટાવાળા સ્વ.રવજીભાઈ દેવજીભાઈ ભારદીયાના પુત્ર હાલ રાજકોટ વિનોદભાઈ રવજીભાઈ ભારદીયા (ઉ.58) (રોકવેલ ટર્નોમેટિક્સ-શાપર) તે ચંદ્રિકાબેનના પતિ, દર્શિત, માનસીના પિતાશ્રી, સ્વ.કેશવજી દેવજી ભારદીયાના ભત્રીજા, વલ્લભભાઈ, શાંતિભાઈ, સ્વ.કિશોરભાઈ અને સ્વ.સુરેશભાઈના નાના ભાઈ, વિજયભાઈ, દીપકભાઈ, ભાવિનભાઈ, અનિલાબેન જીગ્નેશકુમાર વડગામા, હીનાબેન ભાવિકકુમાર પંચાસરા, દિપાલીબેન અને રિદ્ધિબેનના કાકાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના 4 થી 6, વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.

જામવાળા (ગિર): ભરતભાઈ અમૃતલાલ વિઠલાણી (ઉ.62) તે અરવિંદભાઈના નાનાભાઈ, સ્વ.ચીમનલાલના મોટાભાઈ, પુર્વ (રવિ) તથા શિવાનીબેન માહિરભાઈ કોટક (વેરાવળ)વાળાના પિતા, ધ્રુવ ચીમનભાઈ વિઠલાણીના બાપુજી, સ્વ.છોટાલાલ વલ્લભજીભાઈ સુબા (મેંદરડા)ના જમાઈનું તા.24ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.26ના મેઈન બજાર જામવાળા (ગિર), તેમના નિવાસ સ્થાનની સામે શિવ મંદિરે છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ દેવગામ નિવાસી હાલ વડાલ (સોરઠ) સ્વ.ભાઈશંકરભાઈ ગોરધનદાસ પાઠકના પત્ની સરસ્વતીબેન (ઉ.87) તે પ્રફુલ્લભાઈ (નિવૃત્ત પાણી પુરવઠા)(જૂનાગઢ), ભરતભાઈ (રાજકોટ), ગીતાબેન ચુનીલાલ જોષી (રાજકોટ), ભાવનાબેન હર્ષદભાઈ પંડયા (જેતપુર), કિરણબેન જીતુભાઈ ભટ્ટ (જામજોધપુર)ના માતુશ્રી, બ્રીજેશના દાદીનું તા.22ના રાજકોટ ખાતે અવસાન થયું છે. બેસણું તા.26ને ગુરૂવારના સાંજે 4 થી 6, ભરતભાઈના નિવાસ સ્થાને આકાશદિપ સોસાયટી, શેરી નં.1, બ્લોક નં.49, રૂમ નં.એલ-99, ગુજરાત હાઉસીંગ બોર્ડ, એચ.જે.સ્ટીલની સામે, દુધસાગર રોડ, રાજકોટ છે. તા.27ને શુક્રવારે સાંજે 4 થી 6, પટોળીયા વાડી (લેઉવા પટેલ સમાજ વાડી નં.1), રેલવે સ્ટેશન રોડ, વડાલ (સોરઠ), જી.જુનાગઢ છે.

સાવરકુંડલા: મોટાઝીંઝુડાના બાલુભાઈ પોપટભાઈ ગેડીયા (ઉ.90) તે ભુપતભાઈ અને હસુભાઈ હાલ અમદાવાદના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે તેમના નિવાસ સ્થાન, મોટા ઝીંઝુડા, તાલુકો સાવરકુંડલા છે.

રાજકોટ: રંજનબેન રમેશભાઈ સાયાણી (ઉ.65) તે હાર્દિકભાઈ (રાજકોટ), નિશાંતભાઈ (મુંબઈ)ના માતુશ્રી, દર્શ, કાવ્યાના દાદીમા, જીતેન્દ્રભાઈ (એમ.તુલસીદાસ એન્ડ કું.), વિમલભાઈ, સુનીલભાઈ (રાજકોટ), ઉર્મિલાબેન નવીનકુમાર ગોકાણી (જામનગર)ના ભાભી, સ્વ.જયંતિલાલ રવજીભાઈ મીરાણીના દીકરી, ધીરજલાલ, દિનેશભાઈ, સ્વ.દિપકભાઈના બહેનનું તા.21ના મુંબઈ (મલાડ) ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.26ના સાંજે 4-30 થી 5, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: છોટાલાલ પરસોત્તમભાઈ ગંદા (છોટાલાલ એન્ડ બ્રધર્સ, ઈલેક્ટ્રીકવાળા)ના પત્ની ઈન્દુમતીબેન તે પિયુષભાઈ, દર્શનભાઈ, વિશાલભાઈ, વિપુલભાઈ (મસ્કત), મોનાબેન નિલેશકુમાર અનડકટના માતુશ્રી, જામનગર નિવાસી સ્વ.ગોરધનદાસ પોપટલાલ કાનાણીના પુત્રી, મનુભાઈ, ભરતભાઈના બહેનનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5 થી 6, યોગી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, પિયર પક્ષની સાદડી સાથે છે.

જામનગર: સલાયા નિવાસી સ્વ.વસંતલાલ પરસોતમભાઈ પંચમતીયાના પત્ની મુકતાબેન (ઉ.વ.77) તે સ્વ.અતુલભાઈ, અમુલભાઈ, નારણભાઈ, હેમાબેન વ્રજલાલ દતાણી, અનુબેન બીપીનકુમાર નથવાણીના માતુશ્રી, સ્વ.વિઠ્ઠલદાસ દ્વારકાદાસ પાંઉ (ભાટીયા)ના પુત્રી, માધવજી અને સતિષભાઈના મોટાબહેનનું તા.ર4ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.ર6ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ તળાવની પાળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક