• મંગળવાર, 01 જુલાઈ, 2025

avshan nodh

રાજકોટ: મચ્છુકઠિયા સઈ સુથાર જ્ઞાતીના રમણીકભાઈ પીતાંબરભાઈ લીંબડ (ઉં.વ.90) મુળ જામદુધઈ નિવાસી હાલ રાજકોટ તે સ્વ.ભવાનભાઈ, સ્વ.પ્રભુલાલ તથા જયંતીલાલના ભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, દક્ષાબેન, જ્યોત્સનાબેનના પિતાશ્રી, મોરબીવાળા દયાળજી પ્રેમજી મિત્રીના જમાઈનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારે સાંજે પથી 6 પુરુષાર્થ સોસાયટી, પુરુષાર્થ મંદિર, હરીધવા રોડ, રાજકોટ છે.

રાજકોટ: મુળગામ દેરડી (કાઠીની) હાલ રાજકોટ અંબાબેન ભાણજીભાઈ બડેલીયા (ઉ.86) તે મનસુખભાઈ, કિશોરભાઈ, હરસુખભાઈ, રવિન્દ્રભાઈના માતુશ્રીનું તા.ર7 અવસાન થયું છે. બેસણુ તા.30ના સાંજે 4 થી 6 રાજનગર કોમ્યુનિટી હોલ, રાજનગર સોસાયટી શેરી નંબર-1, રાજકોટ છે.

રાજકોટ: નથુભાઈ જીવરાજભાઈ સાકરીયા તે વલ્લભભાઈ, લાલજીભાઈ, દિનેશભાઈના પિતાશ્રીનું તા.ર7ના અવસાન થયું છે. બેસણુ તા.ર9નાં સાંજે 4.30 થી 6.30 પસાતા રેસ્ટોરન્ટ, એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં, બાપાસીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: હંસાબેન જગદીશભઈા મેંઢા (ઉ.76) તે ન્યૂઝ પેપર એજન્ટ પરેશભાઈ જગદીશલાલ મેંઢાના માતૃશ્રી જગદીશલાલ મેંઢાના પત્ની, પ્રજ્ઞાબેન કલ્પેશકુમાર ચંદારાણાના માતા, ધ્રુવી અને વિધિના દાદીનું અવસાન થયું છે. ઉઠમણુ તા.ર8ના પ થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ.કે.ચોક શાકમાર્કેટ પાસે, ગાંધીગ્રામ રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક