રાજકોટ:
ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. ઇલાબેન જયંતભાઇ શુકલ તે જયંતભાઇ વિનોદરાય શુકલ (આર.ટી.
જીઇબી)ના પત્ની, વિવેકભાઇના માતુશ્રી, સ્વ. કપિલભાઇ જેઠાલાલભાઇ પંડયા (જસદણ)ના દીકરી,
સ્વ. હરીશભાઇ, સ્વ. વિજયભાઇ, નીતાબેન આનંદભાઇ, સેજપાલના બહેનનું તા.28ના અવસાન થયું
છે. ટેલિફોનિક બેસણું તા.30ના સાંજે 5થી 6 મો.નં. 99989 27988/ 94080 39575.
માણાવદર:
જયંતીલાલ મોહનલાલ અઢિયાના પત્ની, મંજુલાબેન (ઉં.80) તે રમેશભાઇ, હિતેશભાઇના માતુશ્રી,
રાજના દાદીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6 જલારામ મંદિર, માણાવદર
ખાતે, પિયરપક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
જીયાણાવાળા હાલ રાજકોટ સ્વ.પ્રવિણભાઈ દામજીભાઈ અખીયાણીયાના નાના પુત્ર ભરતભાઈ (ઉ.37)
તે જીતેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, પારૂલબેન ભાવેશકુમાર કથ્રેચાના નાના ભાઈનું તા.29ના અવસાન
થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 6, ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, બાલાજી ઈન્ડ.એરીયા,
જુના જકાતનાકા પાસે, પટેલ કન્યા છાત્રાલય પાછળ, ગોંડલ રોડ, રાજકોટ છે.
માળીયા
હાટીના: મચ્છુ કઠીયા સઈ સુતાર સ્વ.રમણીકભાઈ નરશીભાઈ સોલંકીના પત્ની જ્યોત્સનાબેન (ઉ.વ.55)
તે નીતિન, સંધ્યાબેન, જાનકીબેનના માતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે
3 થી 5, મોમાઈ ચોક, માળીયા હાટીના ખાતે છે.
રાજકોટ:
વાલજીભાઈ દેવશીભાઈ પરસાણાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના બપોરે 4 થી 6,
પર્ણકુટીર સોસાયટી કોમ્યુનીટી હોલ, એસ્ટ્રોન સોસાયટી મેઈન રોડ, રાજકોટ છે.
બાબરા:
ઠા.દિનકરરાય કાનજીભાઈ જસાણીના પત્ની દક્ષાબેન (ઉ.80) તે મનોજભાઈ, નિલેશભાઈ, રૂપાબેન
અતુલભાઈ રૂઘાણી (પોરબંદર), જુલીબેન નિલેશભાઈ દાસાણી (પોરબંદર) તથા ગોપીબેનના માતુશ્રી,
મણિલાલ મંગળજીભાઈ પુજારા, રાજકોટના પુત્રીનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર
પક્ષની સાદડી તા.30ના સાંજે 4 થી 5, લુહાર સમાજની વાડી, બાબરા છે.
પોરબંદર:
રમાબેન વિનોદભાઈ હિંડોચા (ઉ.67) તે વિનોદરાય પાનાચંદ હિંડોચાના પત્ની, જીગ્નેશભાઈ,
રૂપેશભાઈ, સીમાબેનના માતુશ્રી, પ્રતિકભાઈ સવજીયાણીના સાસુ, તનીશ, શ્રેયના દાદી, સ્વ.રણછોડદાસ
ખાખરીયાના પુત્રી, પ્રવીણભાઈ, અરવિંદભાઈ, ચંદુભાઈ, સુરેશભાઈ, રંજનબેન તથા જોશનાબેનના
બહેનનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.30ના 5 થી 5-30,
પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
રાજકોટ:
સોની ગિરધરલાલ હરજીવન પારેખના પુત્ર રાજેન્દ્રભાઈ (ઉ.63) તે સ્વ.વિનુભાઈ, અરવિંદભાઈ,
સ્વ.હસુભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના નાનાભાઈ, પારસ, નીકિતા મનીષકુમાર રાણપરાના પિતાશ્રી,
સોની અમૃતલાલ વીરચંદભાઈ ફીચડીયા (બામણબોર)ના જમાઈ, પ્રવીણભાઈ, જીતુભાઈ, રાજુભાઈના બનેવીનું
તા.29ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.30ના સાંજે 4 થી 5-30, પારેખવાડી, ખત્રીવાડ,
રાજકોટ છે.
દૃષ્ટિ
એડવાળા ગિરીશભાઇ ત્રિવેદીનાં મોટાભાઇનું અવસાન
આજે બેસણું
રાજકોટ:
ધ્રોલ નિવાસી દમયંતીબેન ગુણવંતરાય ત્રિવેદીનાં મોટા દીકરા, રાજેશકુમાર ગુણવંતરાય ત્રિવેદી,
હાલ રાજકોટ (ન્યુ સ્કૂલ-જામનગર-પૂર્વ આચાર્ય) (ઉં.70) તે મધુકાંતાબેનનાં પતિ, વિકાસ
રાજેશકુમાર ત્રિવેદી તથા રચના પ્રશાંત વ્યાસનાં પિતાશ્રી, સ્વ. યોગેશ ગુણવંતરાય ત્રિવેદી,
ગિરીશભાઇ ગુણવંતરાય ત્રિવેદી, (દૃષ્ટિ એડ), હરેશ ગુણવંતરાય ત્રિવેદી, જીજ્ઞેશ ગુણવંતરાય
ત્રિવેદી, ચેતનાબેન હરેશકુમાર દવે, સ્વ. રશ્મિનાબેન ગુણવંતરાય ત્રિવેદીના ભાઇ તથા સ્વ.
પ્રિતમલાલ નરભેશંકર જોષીનાં જમાઇ, પ્રશાંત દિનેશભાઇ વ્યાસનાં સસરાનું તા.29નાં રાજકોટમાં
અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે 4-30થી 5-30 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર,
પરફેકટ શો રૂમ વાળી શેરીમાં, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે છે.