• શનિવાર, 07 જૂન, 2025

18 જૂન સુધીમાં ચોમાસું ફરી સક્રિય થશે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ન સર્જાતા રફતારને બ્રેક

નવી દિલ્હી, તા.6 : દેશમાં ચોમાસાની આગેકૂચમાં લાગેલી બ્રેક એ ચિંતા ઉભી કરી છે. ચોમાસાના કેરળમાં વહેલા આગમન બાદ દેશના અનેક ભાગમાં ચોમાસુ ખેંચાતા હવામાન વિભાગે અપડેટ આપી છે. જે  મુજબ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની રહી નથી જેથી ચોમાસુ અટવાઈ ગયું છે.

વહેલા ચોમાસાની આશા રાખીને બેઠેલા ખેડૂતો ચિંતિત છે કારણ કે ચોમાસુ શરૂ થવામાં વિલંબને કારણે ખેતીને અસર થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે 1રથી 18 જૂન વચ્ચે ફરી સક્રિય થઈ શકે છે. 1ર-13 જૂને બંગાળની ખાડીમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાછે. તેમ છતાં અલગ અલગ મોડલને કારણે અનિશ્ચિતતાનો માહોલ પણ છે. કેટલાક મોડલ દર્શાવે છે કે સિસ્ટમ બની રહી છે પરંતુ કેટલાક દર્શાવે છે કે સિસ્ટમ બની રહી નથી. હવામાન વિભાગને આશા છે કે ચોમાસુ ફરી સક્રિય થયાબાદ મધ્ય ભારત, મહારાષ્ટ્રનો બાકીનો ભાગ અને દક્ષિણ પ્રાયદ્વિપીય કે જ્યાં ચોમાસું બેસી ચૂક્યું છે ત્યાં સારો વરસાદ થશે. ચોમાસાની સુસ્તીને કારણે દૂષ્કાળનો સામનોકરી રહેલા ક્ષેત્રોમાં ચિંતા છવાઈ છે જેને હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન રાહત આપશે. પશ્ચિમી હવા મજબૂત છે અને પશ્ચિમ કિનારે ઓફ શોર ટ્રફ બનવાની સંભાવના છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બની રહયાની સંભાવના દર્શાવી છે. સ્કાયમેટના પ્રમુખ જી.પી.શર્માએ કહયું કે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર 10 જૂન સુધી એક પૂર્વવર્તી સિસ્ટમ વિકસિત થવાનો આશાવાદ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025