• શનિવાર, 07 જૂન, 2025

દુનિયા પર વસતીમાં ઘટાડાનું મહા સંકટ

વધારાનો દોર પુરો થવામાં : વૃદ્ધો વધશે, યુવાઓ ઘટશે : આફ્રિકી દેશોમાં જન્મશે વધુ બાળકો : અભ્યાસમાં ચેતવણી

નવી દિલ્હી, તા.પ : દુનિયાની વસતીમાં મોટો વધારો થવાની સદી પસાર થઈ ચૂકી છે. ર0મી સદીમાં દુનિયાની વસતીમાં ઝડપથી વધારો થયો પરંતુ હવે વસતીમાં ઘટાડાનો દોર શરુ થવાનો હોવાનું વૈજ્ઞાનિકો જણાવે છે.

જનસંખ્યા અંગે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે જનસંખ્યા વધારાની ટોચ નજીક છે પછી તેમાં ઘટાડો શરુ થશે. જે અનેક દેશોના અસ્તિત્વ પર સંકટ સમાન હશે. કેટલાક દેશમાં વૃદ્ધોની સંખ્યા એટલી હદે વધી જશે કે તેમની સારસંભાળ લેનારુ કોઈ નહીં રહે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ચરમ પર પહોંચશે. યુવાઓની સંખ્યા અત્યંત ઘટી જશે જે વૃદ્ધોની સારસંભાળ લઈ શકે. વોશિંગ્ટનના ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ મીટ્રિકસ એન્ડ ઈવેલ્યૂએશન અનુસાર આ સદીના મધ્ય એટલે કે ર0પ0 સુધીમાં દુનિયાના 7પ ટકા દેશમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી ઘટી જશે. જેનો અર્થ છે કે દંપતિના બે થી પણ ઓછા બાળકો હશે. હાલ એવા ઘણાં દેશ છે જયાં દંપતિને માત્ર એક જ સંતાન હોવાનું પ્રમાણ વધુ છે. એવા પરિવાર વધી રહયા છે જેઓ બાળકો પેદા કરી રહયા નથી અથવા તેમને એક માત્ર સંતાન છે. ર100 સુધીમાં તે આંક 97 ટકા દેશો સુધી પહોંચી જશે.

અનુમાન છે કે આજથી 7પ વર્ષ બાદ નાઈજર, ટોંગા, સોમાલિયા અને તાજિકિસ્તાન જેવા દેશોમાં વસતી દર ર.1થી વધુ હશે. અભ્યાસમાં દુનિયાભરની સરકારોને અપીલ કરવામાં આવી છે કે વસતીમાં અચાનક ઘટાડાના પ્રમાણને રોકવાજરુરી પગલાં ઉઠાવવામાં આવે. દુનિયાની વસતીમાં ઘટાડાની અસર અર્થતંત્રો પર પણ પડશે. એક રસપ્રદ અનુમાન છે કે આફ્રિકી દેશોમાં વર્ષ ર100 સુધીમાં દુનિયાના અડધો અડધ બાળકો પેદા થશે. એટલે કે દુનિયાનું પ્રત્યેક બીજુ બાળક આફ્રિકી દેશથી હશે. જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશોને પોતાના દરવાજા પ્રવાસીઓ માટે ખોલી નાંખવાની સલાહ આપવામાં આવી છે જેથી વસતીનું સંતુલન જળવાઈ રહે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025