વર્લ્ડ નં. 361 લોઇસ બોઇસન ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલમાં
પેરિસ
તા.પ: વર્લ્ડ નંબર 361 ફ્રાંસની મહિલા ટેનિસ ખેલાડી લોઇસ બોઇસન ઇતિહાસ રચીને ગ્રાંડસ્લેમ
ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચી છે. તે આ ટૂર્નામેન્ટના
સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી વાઇલ્ડકાર્ડ ખેલાડી છે. કવાર્ટર ફાઇનલમાં લોઇસ બોઇસને
રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવાને 7-6 અને 6-3થી હાર આપી અપસેટ સર્જ્યોં હતો. સેમિ ફાઇનલમાં
તેની ટકકર અમેરિકી ખેલાડી કોકો ગોફ સામે થશે. પહેલો સેમિ ફાઇનલ વર્તમાન ચેમ્પિયન ઇગા
સ્વિયાતેક અને નંબર વન આર્યના સબાલેંકા વચ્ચે રમાશે. જયારે 2પમા ગ્રાંડસ્લેમ ટાઇટલની
શોધમાં ઉતરેલા સર્બિયાના સ્ટાર નોવાક જોકોવિચે પણ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કવાર્ટર
ફાઇનલમાં જોકોવિચનો નંબર 3 જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવ સામે 4-6, 6-3, 6-2 અને
6-4થી વિજય થયો હતો. સેમિમાં જોકોવિચની ટકકર નંબર વન યાનિક સિનર સામે થશે. બીજા સેમિમાં
વર્તમાન વિજેતા કાર્લોસ અલ્કારજ સામે ઇટાલીનો આઠમા ક્રમનો ખેલાડી લોરેન્જો મુસેટી હશે.