જૂના કારીગરે તેના સાગરીત સાથે ખાતામાં આવી ધમકી આપી કે તમારા માલિકને કહેજો 10 લાખ તૈયાર રાખે
સુરત,
તા.6: સુરતના પુણા વિસ્તારમાં આવેલી રઘુવીર ટેક્સટાઈલની બાજુમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝના
એક ખાતામાં પૂર્વ કારીગરે તેના સાગરીત સાથે મળી ખાતામાં કામ કરવા બાબતે ત્રણ જણાને
ડરાવી ધમકાવી ખાતાની ઓફિસના કાચ ઉપર બે ત્રણ વખત ફાયરિંગ કરી કારીગરોના મોબાઈલ અને
રોકડની લૂંટ ચલાવી આરોપી જતાં જતાં કારીગરોને કહેતો ગયો કે, ‘માલિકને કહેજો કે રૂ.10
લાખ તૈયાર રાખે.’ જેથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી
સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પુણા
વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું
ચલાવે છે. દરમિયાન ખાતામાં ત્રણ કારીગર, જેમા મોહંમદ સમીર કમરુદ્દીન અંસારી, દેવેન્દ્રકુમાર
દધીબલપ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા. તે વેળાએ દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ
કરતો કારીગર દિલીપસિંહ પોતાના સાગરીત સાથે બંદૂક લઈને ખાતામાં આવ્યો હતો. બન્નેએ ખાતામાં
ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. બાદમાં
ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા. અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતના.
ત્યાર બાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે, આપકો ખાતે મેં કામ કરને કે લિયે મના કિયા
થા. ફિર ભી યહ ખાતે મેં કામ ક્યો કર રહે હો એમ ડરાવી ધમકાવી બહાર નહિ જાના હૈ. કહી
ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. બાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની
વધુની લૂંટ કરી ‘વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગે’ની તથા ‘તમારા માલિકને કહી
દેજો કે દસ લાખ રૂપિયા તૈયાર રાખે’ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.