નોર્ટિગહામ તા.6: અનુભવી ઓપનિંગ બેટર કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પહોંચીને ઇન્ડિયા એ ટીમ તરફથી શાનદાર સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ લાયન્સ વિરૂધ્ધના બીજા ચાર દિવસીય મેચના પ્રારંભે કેએલ રાહુલ ચાના સમય પછી 116 રને આઉટ હતો. તેણે આ દરમિયાન 168 દડાનો સામનો કરીને 1પ ચોક્કા અને 1 છક્કો ફટકારી પ્રથમ ટેસ્ટ અગાઉ ફોર્મ ઝળકાવ્યું હતું. વિકેટકીપર ધ્રુવ જુરેલ અર્ધસદી કરી (પ2) આઉટ થયો હતો. તેના અને રાહુલ વચ્ચે ચોથી વિકેટમાં 121 રનની ભાગીદારી થઇ હતી. ટી ટાઇમ પછી ભારતીય એ ટીમના 62 ઓવરમાં પ વિકેટે રપ2 રન થયા હતા.
ભારતીય
એ ટીમની શરૂઆત નબળી રહી હતી. કપ્તાન અભિમન્યૂ
ઈશ્વરન (11) અને ટેસ્ટ સ્ટાર યશસ્વી જયસ્વાલ (17) સસ્તામાં આઉટ થયા હતા. આ પછી અનુભવી
કેએલ રાહુલ અને ડોમેસ્ટિક ક્રિકેટના કિંગ કરૂણ નાયર વચ્ચે ત્રીજી વિકેટમાં 139 દડામાં
86 રનની ભાગીદારી થઇ હતી. પહેલા ચાર દિવસીય મેચમાં બેવડી સદી ફટકારનાર કરૂણ નાયર બીજા
મેચની પહેલી ઈનિંગમાં ઉપયોગી 40 રને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી આ ત્રણેય
વિકેટ અનુભવી ઝડપી બોલર ક્રિસ વોકસે ઝડપી હતી.