નોટિંગહામ તા.પ: ઇંગ્લેન્ડ વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણી અગાઉ કેએલ રાહુલની નજર લાલ દડાના ક્રિકેટમાં ફોર્મ ઝળકાવવા પર હશે. ઇન્ડિયા એ ટીમ શુક્રવારથી ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ વિરૂધ્ધ બીજો અને આખરી ચાર દિવસીય બિન સત્તાવાર ટેસ્ટ મેચ રમવા ઉતરશે. કેએલ રાહુલ આઇપીએલમાં વ્હાઇટ બોલથી રમી હવે ઇંગ્લેન્ડ પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ધરતી બે સદી કરી ચૂકનાર કેએલ રાહુલ ભારતીય ટીમનો સૌથી સીનીયર બેટર છે. તેણે પ8 ટેસ્ટમાં 33.પ7ની સરેરાશથી રન બનાવ્યા છે. તેને વધુ સફળતા ઓપનર તરીકે મળી છે. હવે એ જોવાનું રહે છે કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તે કયા ક્રમ પર બેટિંગ કરે છે. આ માટે ઈંગ્લેન્ડ લાયન્સ સામેનો મેચ રાહુલ અને ટીમ ઇન્ડિયા માટે ઘણો મહત્વપૂર્ણ બની રહેશે.
શુભમન
ગિલ અને સાઇ સુદર્શન સહિતના ખેલાડીઓ આવતીકાલ શુક્રવારે ઇંગ્લેન્ડ રવાના થવા છે. આથી
આ બન્ને ખેલાડી ઇંગ્લેન્ડ લાયન્સ સામેના મેચનો હિસ્સો બનશે નહીં. બીજા મેચની ભારતીય
ઇલેવનમાં વિકેટકીપર ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને મોકો મળી શકે છે. ઝડપી બોલર આકાશદીપ
બીજો મેચ રમશે. પહેલા મેચમાં બેવડી સદી કરનાર કરૂણ નાયરને રેસ્ટ મળી શકે છે. જયારે
સફરાઝ ખાનને જો તક મળશે તો તે વધુ એક શાનદાર ઇનિંગ રમી પસંદગીકારોને બેટથી જવાબ આપવા
માંગશે. આ ચાર દિવસીય મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પરથી થશે.