• શનિવાર, 07 જૂન, 2025

રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર પ્રો T-20 લીગનો ભવ્ય પ્રારંભ

ઉદ્ઘાટન સમારંભમાં જેકલિન ફર્નાન્ડિસ પરફોર્મ કરશે

દર્શકોને ફ્રી એન્ટ્રી

રાજકોટ, તા.6: આઈપીએલની તર્ઝ પર રાજકોટમાં શનિવારથી સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનો પ્રારંભ થશે. તા. ર0 જૂન સુધી રમાનાર આ ટી-20 લીગમાં સૌરાષ્ટ્રની પાંચ ટીમ વચ્ચે 21 મેચની ટકકર થશે. તમામ મેચનું જિયો-હોટસ્ટાર પરથી લાઇવ સ્ટ્રીમિંગ થશે. તમામ મેચ જામનગર રોડ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.

શનિવારે સાંજે પ-00 વાગ્યાથી સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગનો ભવ્ય અને રંગારંગ ઉદ્ઘાટન સમારંભ રખાયો છે. જેમાં બોલિવૂડ હિરોઇન જેકલીન ફર્નાન્ડિસ પરફોર્મ કરશે. સાથમાં સંગીતકાર સલીમ-સુલેમાન હશે. આ સમારંભ અને તમામ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે.

એસપીએલમાં પાંચ ટીમની ટક્કર થશે. જેમાં શનિવારે પહેલા મેચમાં કિંગ્સ હાલાર સામે સોરઠ લાયન્સ હશે. બાકીની ત્રણ ટીમના નામ ગોહિલવાડ ટાઇટન્સ, કચ્છ રાઇડર અને ઝાલાવાડ સ્ટ્રાઇકર છે. એસપીએલના બપોરના મેચ 3-30થી અને સાંજના મેચ 7-30થી શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025