તળાજા, તા.5: તળાજામાં પરપ્રાંતમાંથી પેટીયું રડવા આવેલો યુવક દારૂના નશામાં ટ્રકના પાછળના ટાયર પાછળ સુઈ ગયો હતો. નશામા એટલો ધૂત હતો કે ટ્રક ચાલુ થયો તે પણ તેને ખબર ન હતી અને ડ્રાઈવરે રીવર્સ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તળાજામાં
આગ્રા જિલ્લામાંથી લાદી ટાઈલ્સ ચોંટાડવાની મજૂરી કામે અનિલ રામકીશન નામનો યુવાન આવ્યો
હતો. આ યુવાન બપોરના સમયે આશાપુરા હોટલના મેદાનમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકના પાછળના ટાયર પાસે સુઈ ગયો હતો. ડમ્પરના
ચાલકે રિવર્સ લેતા ચગદાઇ જતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ જ્યારે
સ્થળ પર પહોંચી ત્યારે ખિસ્સામાંથી દારૂની કોથળી મળી આવી હતી.