• શનિવાર, 07 જૂન, 2025

ભાગેડુ મેહુલ ચોક્સીનાં બેન્ક ખાતા, શેર અને મ્યુચ્યુઅલ ફંડ ટાંચમાં લેવાશે

ગીતાંજલિ જેમ્સનાં શેરમાં ઈનસાઈડર ટ્રેડિંગનાં નિયમ ઉલ્લંઘનમાં કાર્યવાહી

નવીદિલ્હી, તા.6: બજાર નિયામક સેબીએ ગીતાંજલિ જેમ્સનાં શેરોમાં ઈનસાઈડર ટ્રેડિંગ સંબંધિત નિયમ ઉલ્લંઘન મામલે 2.1 કરોડ રૂપિયાની બાકી રકમ વસૂલવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. સેબીએ ફરાર હીરા કારોબારી મેહુલ ચોક્સીનાં બેન્ક ખાતા, શેર અને મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. આ પગલું 1પમી મેનાં રોજ ચોક્સીને જારી કરવામાં આવેલી એક ડિમાન્ડ નોટિસ બાદ ભરવામાં આવ્યું છે. એ નોટિસમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો 1પ દિવસમાં તે બાકી રકમ નહીં ચૂકવે તો તેની સંપત્તિની સાથે બેન્ક ખાતાને પણ ટાંચમાં લેવામાં આવશે.

ચોક્સી દ્વારા ગીતાંજલિ જેમ્સ જ્વેલરી લિમિટેડનાં શેરમાં ઈનસાઈડર ટ્રેડિંગનાં નિયમોનાં ઉલ્લંઘનનાં કેસમાં જાન્યુઆરી 2022માં સીબીએ દંડ ફટકાર્યો હતો. જેની ચૂકવણીમાં વિફળ રહેતા હવે તેનાં ખાતા ટાંચમાં લઈ લેવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં ટ્રાવેલ્સની ઓફિસેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો June 07, Sat, 2025